Monday, September 9, 2024

નવાઝુદ્દીન સિદ્દીકી આ થેરેપી માટે બેંગ્લોર પહોંચ્યા, ઘણા દિવસથી……

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી આજકાલ થેરેપીમાંથી પસાર થઇ રહ્યા છે. તે તેની બેંગલોરમાં ડિટોક્સ થેરેપી લઈ રહ્યા છે. નવાઝુદ્દીન સિદ્દીકી સતત ફિલ્મ્સના શૂટિંગમાં વ્યસ્ત હતા, જેના કારણે તેમને આ થેરેપી માટે સમય મળતો ન હતો. આવી સ્થિતિમાં નવાઝુદ્દીન સિદ્દીકી તેની તબીબી સારવાર માટે સીધા લખનઉંથી બેંગ્લોર જવા રવાના થયા છે. સમાચારો અનુસાર નવાઝુદ્દીન સિદ્દીકી લખનઉમાં તેમની પ્રખ્યાત ફિલ્મ ‘જોગીરા સારા રા રા’નું શૂટિંગ કરી રહ્યો હતો. અહીં તે તેની ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યા બાદ ડિટોક્સકેશન થેરેપી મેળવવા માટે બેંગ્લોર જવા રવાના થયો છે. નવાઝુદ્દીન સિદ્દીકીના નજીકના સ્ત્રોતે જણાવ્યું છે કે નવાઝ ઘણા મહિનાઓથી ચોવીસ કલાક કામ કરતા હતા. પોતાને ફરીથી જીવંત રાખવા માટે તેને ડિટોક્સ થેરેપીની જરૂર હતી. આ માહિતી નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયા સિદ્દીકીએ પણ આપી છે. તેમણે કહ્યું, ‘નવાઝ હવે સ્વાસ્થ્ય માટે ખૂબ સભાન બન્યા છે. તે લાંબા સમયથી ડિટોક્સ થેરેપી કરવાનું વિચારી રહ્યો હતો, અને હવે જ્યારે તેણે ‘જોગીરા સારા રા રા’નું શૂટિંગ પૂરું કર્યું છે, ત્યારે તેને લાગ્યું હતું કે તે થોડા દિવસો માટે વિરામ લઈ શકે છે. આલિયાના કહેવા પ્રમાણે, ‘ડીટોક્સ થેરેપી બેંગ્લોરમાં થશે અને તે ત્યાં 7-8 દિવસ રોકાશે. ડિટોક્સ સેન્ટર પર એક રિસોર્ટ જોડાયેલ છે, જ્યાં નવાઝને મહત્તમ પ્રોટોકોલ્સની વચ્ચે મૂકવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તે મુંબઇની હલચલથી થોડા દિવસો દૂર રહેવા માંગે છે. આ રજા અને ડિટોક્સ થેરેપી તેને સારું કરી દેશે. વાત કરીએ ફિલ્મ ‘જોગીરા સારા રા રા’ વિશે તો, આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી સાથે અભિનેત્રી નેહા શર્મા અને અભિનેતા મિથુન ચક્રવર્તી મુખ્ય ભૂમિકામાં છે. લખનઉંમાં આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષે ફેબ્રુઆરીથી ચાલી રહ્યું હતું.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર