Monday, October 7, 2024

આ નિયમો 1 એપ્રિલથી બદલાશે, જાણો તમને શું અસર થશે આ નિયોમોથી ?

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

નવા નાણાકીય વર્ષ એટલે કે 1 એપ્રિલ, 2021 થી ઘણા નિયમોમાં ફેરફાર થશે, જેની સીધી અસર સામાન્ય માણસ, કર્મચારીઓ અને ઉદ્યોગપતિઓ અને પેન્શનરો પર પડશે. આવકવેરાના હાલના દરો અને સ્લેબમાં કોઈ ફેરફાર ન હોવા છતાં, આવતા મહીનાથી નવો મજૂર કાયદો અમલમાં આવશે સાથે જ પગારની રચનામાં ફેરફાર જોવા મળશે. આનાથી કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ (પીએફ) માં પહેલા કરતા વધુ ફાળો આપશે. ચાલો આપણે જાણીએ, 1 લી એપ્રિલથી કયા મોટા ફેરફારો છે. જેની અસર થવાની છે.

પીએફ યોગદાન પર કર: નવા નાણાકીય વર્ષ 2021-22માં પીએફ યોગદાન પર 2.5 લાખ રૂપિયાથી વધુના આવકવેરા હેઠળ કરની જોગવાઈ છે. દર મહિને બે લાખ રૂપિયાથી વધુની આવક કરનારા આવક કરદાતાઓ સામાન્ય રીતે આ નિયમ હેઠળ આવે છે.

એલટીસી ઇનકેશમેન્ટ: લીવ ટ્રાવેલ કન્સેશન (એલટીસી) વાઉચર હેઠળ કર્મચારીઓને અપાયેલી રજાની અવધિ 31 માર્ચ 2021 છે. એટલે કે, આવતા મહિનાથી તેનો લાભ લઇ શકાશે નહિ.

ગ્રેચ્યુઇટી પીરિયડ: નવા મજૂર કાયદા હેઠળ ગ્રેચ્યુઇટી માટેની સમયમર્યાદા ઘટાડવામાં આવશે. જો કે સતત પાંચ વર્ષ કંપનીમાં કામ કરવાથી ગ્રેચ્યુએટીનો લાભ મળે છે.

ઇ-ઇન્વૉઇસ ફરજિયાત: 1 એપ્રિલથી બિઝનેસ ટુ બિઝનેસ (બીટુબી) બિઝનેસ હેઠળ, એવા તમામ વ્યવસાયો માટે ઇ-ઇન્વૉઇસ ફરજિયાત રહેશે, જેમનું ટર્નઓવર રૂ. 50 કરોડથી વધુ છે.

વૃદ્ધોને આઇટીઆર ફાઇલ કરવાથી મુક્તિ: 75 વર્ષથી વધુ વયના વૃદ્ધ પેન્શનરોને આવકવેરા રીટર્ન (આઈટીઆર) ફાઇલ કરવાની મુક્તિ આપવામાં આવી છે. આ સુવિધા ફક્ત તે જ માટે ઉપલબ્ધ હશે જેમની આવકનો સ્રોત પેન્શન અને તેના પર મળનાર વ્યાજ હોય.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર