Saturday, April 20, 2024

Apple Watchની મદદથી પકડાઈ ગયો ચોર, આ ફીચરએ કર્યો કમાલ.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

Apple કંપની દુનિયાભરમાં પ્રખ્યાત છે. તેના ડિવાઈઝીનો ક્રેઝ લોકોમાં ખૂબ જ જોવા મળે છે. આ કારણોસર, તેનું વેચાણ પણ ખૂબ જ થાય છે. Apple વપરાશકર્તાઓના ઉપકરણને ચોરી કરતા પહેલાં, ચોરે દસ વાર વિચારવું પડે છે. તેનું સૌથી તાજેતરનું ઉદાહરણ બ્રાઝિલનું છે. જ્યાં એક ચોરે Apple વોચની ચોરી કરી હતી. પરંતુ તેમાં રહેલ ફીચરને લીધે તે પકડાઈ ગયો હતો.પોલીસે ચોરને એપલ વોચ સાથે ટ્રેક કરીને ધરપકડ કર્યો હતો. AppleInsider મુજબ ચોરે બ્રાઝિલના સૈન્ટા મારિયામાં એક વ્યક્તિના ઘરમાંથી એપલ વોચની ચોરી કરી હતી. એક રિપોર્ટ અનુસાર હમલાખોરે તે વ્યક્તિ સાથે ઝપાઝપી કરીને તેની BMX ને પણ ઝૂંટવી લીધી હતી. પીડિત વ્યક્તિએ ત્યાંના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ફરિયાદ મળ્યા બાદ પોલીસ સક્રિય થઈ ગઈ હતી. તેણે ડિવાઈસના ઇનબિલ્ટ Find My એપ નો ઉપયોગ કર્યો. આ એપ બધા OS અને macOS પર પ્રીલોડ રહે છે. પીડિતાએ બીજા એપલ ડિવાઇસમાં પોતાનું એકાઉન્ટ લોગઈન કરીને તેની એપલ વોચને ટ્રેક કરી. એક રિપોર્ટ અનુસાર એક જ દિવસમાં તેની ચોરી થયેલી એપલ વોચ ટ્રેક થઇ ગઈ. ચોર તેની બહેન સાથે રહેતો હતો. અને તેની ધરપકડ કરવામાં આવી હતી. તે વ્યક્તિએ કહ્યું કે જે હુમલાખોર જેણે તેની સાથે ઝપાઝપી કરી હતી અને BMX છીનવી લીઘી હતી તે આર્મી ડ્રેસમાં હતો. તે પણ ચોરના ઘરમાં ત્યાં હાજર હતો. તેની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી. એપલ વોચની મદદથી ચોર અને હમલાખોર બન્નેને પકડી પાડવામાં આવ્યા હતા.એપલની ફાઇન્ડ માય એપ્લિકેશન નવા અપડેટ પછી પણ વધુ સ્માર્ટ બનવા જઈ રહી છે. આ ફીચરનું નામ Safety Alerts રાખવામાં આવ્યું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર