ખેડૂતોની ચિંતામાં થશે વધારો: આવતી કાલે વરસાદની આગાહી
આજ સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે
મોરબી: રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી બે તા.૨૭ અને ૨૮ ડીસેમ્બર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આજે સવારથી મોરબી શહેર તેમજ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને વાદળ છાયું વાતાવરણ બની ગયું છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનો વધારો થયો છે.
સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ કમોસમી વરસાદ વરસાવાની આગાહી કરવામાં આવી છે તે સાચી ઠેરી આજે સવારથી થી સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતમાં વાતવરણમાં પલટો આવ્યો છે અને વાદળ છાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો બીજી તરફ સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લામાં ૧ થી ૭ મીમી કમોસમી વરસાદ વરસ્યો હોવાનું સામે આવ્યું છે ત્યારે આજે સવારથી મોરબી શહેર તેમજ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાદળ છાયું વાતાવરણ જોવા મળ્યું છે તો આ કમોસમી વરસાદથી ખેડૂતોના કપાસ, જીરું, ચણા સહિતના પાકોને નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો વાદળો ઘેરાયા છે. અને આવતીકાલે સૌરાષ્ટ્રમાં છુટોછવાયો વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.