Sunday, September 25, 2022

વાંકાનેર : ઢાળમાં ટ્રેક્ટર ઊલળતા ટ્રેક્ટર અને ટ્રોલી વચ્ચે દબાઇ જવાથી ટ્રેકટર ચાલકનું મોત….

spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેર તાલુકાના મહિકા અને ગારીયા ગામ વચ્ચે રોડ પર ઢાળ ચડાવતી વખતે અચાનક ટ્રેક્ટર ઉલળતા ટ્રેક્ટર તથા ટ્રોલી વચ્ચે દબાઇ જવાથી ટ્રેક્ટર ચાલકનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે જે બનાવની વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રાકેશભાઇ ગુલાબસિંહ પટેલીયા (ઉ.વ-19, રહે હાલ ગારીયા, મુળ ગામ દુર્ગાપુર મહોલ્લા દુક્કડ, મધ્યપ્રદેશ) નામનો ટ્રેક્ટર ચાલક ગત તા.13 ના રોજ સાંજના આશરે સાડા સાતેક વાગ્યાની આસપાસ વાંકાનેર તાલુકાના ગારિયા ગામથી મહિકા ગામ તરફ જતા કાચા રસ્તે કબ્રસ્તાન પાસે ગારીયા ગામની સીમમાં પોતાના હવાલા વાળુ ટ્રેકટર GJ 12 DA 1616 તથા ટ્રોલી નં. GJ 12 BV 5102 લઈને પસાર થતા હોય જે દરમિયાન રસ્તાનો ઢાળ ચડાવતી વખતે ટ્રેક્ટર ઉલળી અને ટ્રોલી ઉપર આવી જતા ટ્રેક્ટર અને ટ્રોલી વચ્ચે દબાઇ જવાથી ટ્રેક્ટર ચાલકનું મોત થયું હતું. આ બનાવની જાણ વાંકાનેર તાલુકા પોલીસને થતા પોલીસે બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે…

 

Chakravatnews Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર