Wednesday, March 29, 2023

‘ધ કપિલ શર્મા શો’ના ચાહકોને લાગશે ઝટકો, બંધ થવા જઈ રહ્યો છે આ શો, જાણો શું છે તેનું કારણ ?

spot_imgspot_imgspot_imgspot_img
spot_img

કપિલ શર્માનો કોમેડી શો ધ કપિલ શર્મા શો દર્શકોનું ખૂબ મનોરંજન કરે છે. આ શોમાં બોલીવુડ અને નાના પડદાના ઘણાં અતિથિઓ તેમની ફિલ્મના પ્રમોશન માટે આવે છે. આપણા ભારત દેશના દર્શકો જ નહીં પરંતુ આખી દુનિયાના દર્શકો આ કોમેડી શોને પસંદ કરે છે. કપિલ અને તેના ટીમના કોમેડી અંદાજથી ઘણા બીમાર લોકોના ચહેરા પર હાસ્ય છવાઈ જાય છે. લોકડાઉન પછી આ શો ફરી શરૂ થયું છે અને સતત ચાહકોનું મનોરંજન કરે છે. પરંતુ હવે કપિલ શર્માના ચાહકો માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. કપિલ શર્મા શોની આ સીઝન હવે પૂરી થઈ ગઈ છે. અહેવાલો મુજબ, ધ કપિલ શર્મા શોની આ સીઝન હવે ઓફ યર થવા જઈ રહી છે. ટૂંક સમયમાં જ શો વિશે સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી શકે છે. આ સિઝનના અંત પછી, તેની બીજી સિઝન પણ લાવવામાં આવશે. આ શો એકદમ સફળ છે અને તેની માંગ પણ ચાહકોમાં ખૂબ જ વધારે છે. અહેવાલો અનુસાર, નિર્માતાઓ અહીં શો સમાપ્ત કરવાની યોજના બનાવી રહ્યા છે અને નવી સીઝન સાથે પાછા ફરવાની યોજના પણ બનાવી રહ્યા છે. પરંતુ આ પાછળના કારણની વાત કરવામાં આવે તો એવું માનવામાં આવી રહ્યું છે કે કપિલ શર્માની વર્ક કમિન્ટ્મેન્ટને કારણે આવું થઈ રહ્યું છે. થોડા સમય પહેલા કપિલ શર્માએ જાહેરાત કરી હતી કે તે જલ્દીથી નેટફ્લિક્સ દ્વારા ડિજિટલ ડેબ્યુ કરશે. તેણે તેનો વીડિયો ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો હતો. કપિલે આ સારા સમાચાર શેર કરતાં કહ્યું હતું કે,’ આ એક સારા સમાચાર છે. અફવાઓ પર વિશ્વાસ ન કરો. મારા પર ભરોસો કર હું જલ્દીથી નેટફ્લિક્સ પર જોવા મળીશ.’ તમને જણાવી દઈએ કે આ શોમાં કપિલ શર્મા સિવાય ભારતી સિંહ, કિકુ શારદા, કૃષ્ણા અભિષેક અને અર્ચના પૂરણ સિંહ જોવા મળી રહ્યા છે. લોકડાઉન થયા પછી કપિલ શર્મા શો ઓડિયન્સ વગર જ ચાલી રહ્યો છે. તેમ છતાં પણ આ શોની પોપ્યુલારિટી ઓછી થઇ નથી. અને આ શોને લોકો ખુબ જ પસંદ કરી રહ્યાં છે.

Chakravatnews
Chakravatnews Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર