Sunday, May 26, 2024

ડોનાલ્ડ ટ્રમ્પે ફોન કરી અધિકારી પર ‘પરિણામ બદલવા’ માટે દબાણ કર્યું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

જો બાઈડને યુ.એસ. રાષ્ટ્રપતિની ચૂંટણી ભારે બહુમતીથી જીતી. નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ બાઈડન 20 જાન્યુઆરીથી પદ સંભાળશે. આમ હોવા છતાં હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાર માનવા તૈયાર નથી. ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદ પર રહેવા માટે નવી લડત કરી રહ્યા છે. તાજેતરમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની એક ફોન રેકોર્ડિંગ વાઇરલ થઇ રહી છે. યુ.એસ. માં, એક ઓડિઓ ટેપથી હંગામો મચી ગયો છે. એવો આરોપ છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યોર્જિયા ચૂંટણી અધિકારીને ફોન કર્યો હતો અને ચૂંટણી પરિણામ ‘બદલવા’ માટે દબાણ કર્યું હતું. આ ઓડિયો વાયરલ થયા પછી, અમેરિકન રાજકારણમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

ડોનાલ્ડ ટ્રમ્પની એક ટેપ સામે આવી છે, જેમાં ટ્રમ્પે જ્યોર્જિયાના રાજ્ય સચિવ અને રિપબ્લિકન નેતા બ્રાડ રફન્સપર્ગર પર ચૂંટણી પરિણામોને બદલવા માટે દબાણ કર્યું હતું. ટ્રમ્પ કહી રહ્યા છે કે હું ઇચ્છું છું કે તમે આ કરો. હું ફક્ત 11,780 મતો માંગું છું, જે આપણી પાસે છે તેના કરતા વધારે છે.આમાં ટ્રમ્પે જ્યોર્જિયા પ્રાંતના ઉચ્ચ ચૂંટણી અધિકારીને પોતાના વિજેતા મતો એકત્રિત કરવા હાકલ કરી છે.

આ ટેપમાં ડોનાલ્ડ ટ્રમ્પને પ્રતિક્રિયા આપતા રફન્સપર્ગર કહી રહ્યા છે કે જ્યોર્જિયાના પરિણામો યોગ્ય છે, હવે કશું થઈ શકે નહીં. આ જ ટેપમાં ડોનાલ્ડ ટ્રમ્પ રફેન્સપરજરને ધમકી પણ આપી રહ્યા છે કે જો તે પોતાનું કામ કરવામાં નિષ્ફળ જશે તો તેને ગંભીર પરિણામો ભોગવવા પડશે.

ઉલ્લેખનીય છે કે, જ્યોર્જિયા પ્રાંતમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડેમોક્રેટના ઉમેદવાર જો બિડેન જીત્યા હતા. યુએસના તમામ 50 રાજ્યોની ઇલેક્ટોરલ કોલેજમાં જો બિડેનને 306 મતો મળ્યા, જ્યારે ટ્રમ્પનો 232 મતોનો હિસ્સો મળ્યો. ઇલેક્ટોરલ કોલેજમાં રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા માટે 270 મતોની જરૂર હોય છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર