Sunday, September 8, 2024

‘ દેને કો ટુકડા ભલા, લેને કો હરી નામ ‘ : કહેવત સાર્થક કરતા ટંકરા તાલુકાના ટોળ ગામના યુવાનો….

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા તાલુકાના ટોળ ગામના યુવાનો છેલ્લા બે મહિનાથી ગામના રઝળતા કૂતરા તથા અબોલ જીવો માટે દરરોજ રોટલા બનાવી આ અબોલ પશુઓની સેવા કરી રહ્યા છે. ન્યૂ ઇન્ડિયા ગ્રુપના ઘેલાભાઈ ફાંગલીયા, નારણભાઈ, મેરાભાઈ, સંજયભાઈ, સિંધાભાઈ સહિતના યુવાનો પોતાની જાતે કુતરા અને અબોલ પશુઓ માટે રોજ ૨૦૦ જેટલા રોટલા બનાવી આખા ગામના રઝળતા પશુઓમાં વિતરણ કરી રહ્યા છે.

હાલઠંડીના વાતાવરણમાં રજળતા કૂતરા તથા અબોલ પશુઓને ખાવાનું મળી રહે તે માટે નિસ્વાર્થ ભાવે આ યુવાનો કામ કરી રહ્યા છે જેમાં રોજના એક મણ જેટલા બાજરાના લોટમાંથી રોટલા બનાવી અબોલ જીવોને ખવડાવવામાં આવી રહ્યા છે. આ યુવાનોની સેવા સમાજ માટે ઉદાહરણ રૂપ છે….

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર