ક્રિકેટર વિરાટ કોહલી 2020 માં સતત ચોથા વર્ષે 23.77 મિલિયન યુએસ ડોલરની બ્રાન્ડ વેલ્યુ સાથે સૌથી વધુ મૂલ્યવાન ભારતીય સેલિબ્રેટી હતા, અને હિન્દી ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર અને રણવીર સિંહ આ યાદીમાં બીજા અને ત્રીજા ક્રમે આવ્યા હતા. બ્રાન્ડ વેલ્યુએશનમાં નિષ્ણાત કંપની ડફ એન્ડ ફેલ્પ્સે ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 2020 ની ટોચની 10 મોસ્ટ વેલ્યુએબલ સેલિબ્રિટીની યાદીમાં ફક્ત કોહલી ફિલ્મ ઉદ્યોગ સિવાયની વ્યક્તિ છે અને માત્ર બે મહિલાઓ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કોહલીનું બ્રાંડ વેલ્યુ 2020 માં યથાવત રહી હતી, જ્યારે ટોચની 20 હસ્તીઓએ તેમના કુલ મૂલ્યના પાંચ ટકા અથવા લગભગ એક અબજ યુએસ ડોલર ગુમાવ્યા હતા. કોહલી સતત ચોથા વર્ષ માટે સૌથી મૂલ્યવાન સેલિબ્રિટી છે અને કોવિડ -19ની મહામારી હોવા છતાં, તેનું બ્રાન્ડ મૂલ્ય $ 23.77 મિલિયન સ્થિર છે. અક્ષય કુમારની બ્રાંડ વેલ્યુ 13.8 ટકા વધીને 11.89 મિલિયન યુએસ ડોલર થઈ અને તે બીજા સ્થાને રહ્યો. રણવીર સિંહ 10.29 કરોડ ડોલર સાથે ત્રીજા સ્થાને છે. ડફ એન્ડ ફેલ્પ્સના સેલિબ્રિટી બ્રાન્ડ મૂલ્યાંકન અધ્યયનની છઠ્ઠી આવૃત્તિ અનુસાર, 2020 માં ટોપ 20 હસ્તીઓનું કુલ બ્રાન્ડ મૂલ્ય 1 અબજ ડોલર હતું, જે 2019 ની તુલનામાં પાંચ ટકા ઓછું હતું. આ યાદીમાં શાહરૂખ ખાન 5.11 મિલિયનના મૂલ્યાંકન સાથે ચોથા ક્રમે છે, જ્યારે દીપિકા પાદુકોણ 5.04 મિલિયન ડોલર સાથે પાંચમા ક્રમે છે. આલિયા ભટ્ટ છઠ્ઠા ક્રમે છે.
વિરાટ કોહલી સતત ચોથા વર્ષે સૌથી ધનિક ભારતીય હસ્તી બન્યો, આ ફિલ્મ સ્ટાર્સને પણ પાછળ છોડ્યા.
વધુ જુઓ
હિન્દુ ધર્મના દેવી-દેવતાના સ્ટીકર કે ફોટા વાળા ફટાકડા વેચાણ કરશે તેમના વિરુદ્ધ એકતા એજ લક્ષ્ય સંગઠનના સમિતિ દ્વારા કાનુની કાર્યવાહી કારાશે
હિન્દુ ધર્મના દેવી-દેવતાના સ્ટીકર કે ફોટા વાળા ફટાકડા વેચાણ કરશે તેમના વિરુદ્ધ એકતા એજ લક્ષ્ય સંગઠનના સમિતિ દ્વારા કાનુની કાર્યવાહી કારાશે
મોરબી: સનાતની હિન્દુ ભાઈઓ એકતા એજ લક્ષ્ય સંગઠન સમિતિ મોરબી જીલ્લા ટીમ એકતા એજ લક્ષ્ય સંગઠનના ભાઈઓ દ્વારા આજ રોજ મોરબી જિલ્લામા તમામ જગ્યાએ જઈને ફટાકડા વેચનાર વેપારીઓને હિન્દુ...
મોરબીનો સિરામિક ઉદ્યોગ મુશ્કેલ સમયમાં? ઉધોગ ને રાહત થાય તેવા સરકારે નક્કર પગલાં ભરવા જોઇએ
લાખો લોકોની રોજગારી પર સીધી અસર
ચુંટણી સમયે કરોડો રૂપિયા નું ચુનાવી ફંડ ઉધોગપતિઓ પાસે થીં લઇ ઉધોગપતિઓ ને હથેળીમાં ચાંદ બતાવતા નેતાઓ હાલ સીરામીક ઉધોગ નાં કપરાં સમયે મૌન અવસ્થામાં હોય તેવું લાગી રહ્યું છે
દેશ અને દુનિયાનો સૌથી મોટો સિરામિક ઉદ્યોગ અને સૌથી વધુ વિદેશી હૂંડિયામણ રળી આપનારો સિરામિક...
પાંચ રાજ્યોમાં ભૂંડી હાર બાદ કોંગ્રેસના આ દિગ્ગજ નેતા ભડક્યા
લગભગ 130 વર્ષના ઈતિહાસમાં કોંગ્રેસનુ કદાચ અત્યાર કરતા વધુ પતન ક્યારેય થયુ નથી.
તેમણે કહ્યું કે હવે ગાંધી પરિવારે કોંગ્રેસની નેતાગીરીનો ભાર છોડીને કોઈ અન્ય નેતાને જવાબદારી સોંપવી જોઈએ.કપિલ સિબ્બલે ગાંધી પરિવાર ઉપર હુમલો કરતાં કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે ‘ઘરની કોંગ્રેસ’ની જગ્યાએ ‘સૌની કોંગ્રેસ’ બને. તેમણે...