મોરબીઃ વાહ રે પાલિકા તમારી ખુલ્લી ગટર હજુ કોઈનો જીવ લે તો નવાઈ નથી
મોરબી પાલિકાની બેદરકારી કોઇ નો જીવ લેશે !
મોરબીમાં પાલિકાનો વિવાદ હંમેશા ચરમસીમા પર હોય છે અવાર નવાર પાલિકાના પાપે રાહદારીઓ વાહનચાલકો ભાગ બનતા હોય છે ત્યારે શહેરના અયોધ્યાપુરી મેઈન રોડ પર સિલ્વર ગેરજ નજીક નગરપાલિકાની ખુલ્લી ગટરમાં યુવાન ખાબક્યો હતો ખુલ્લી ગટરમાં યુવાન પડી જતા હાથ પગમાં ઇજા થઇ હતી પસાર થતા રાહદારીઓ વાહનચાલકોએ યુવાનને ખુલ્લી ગટર માંથી કાઢી સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ ગયા હતા ત્યારે પ્રશ્ન એ છે કે હજુ શહેરમાં આવી કેટલી ખુલ્લી ગટરો છે જેના ઢાંકણા નથી અને કેટલાનો આ બેદરકાર પાલિકા જીવ લઈને શાંતિ કરશે ? તે પ્રજાને સમજાતું નથી