Wednesday, November 30, 2022

એવું તે શું બન્યું કે મુંબઈ પોલીસે ફિલ્મ Ek Villian Returns નું શૂટિંગ અટકાવ્યું ?

spot_imgspot_imgspot_imgspot_img
spot_img

જ્હોન અબ્રાહમ અને દિશા પટનીની ફિલ્મ એક વિલન રિટર્ન્સનું શૂટિંગ મુંબઇ પોલીસે બંધ કરાવ્યું હતું.આ પાછળનું કારણ એ છે કે ફિલ્મની ટીમ મુંબઈના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં શુક્રવારે કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરી રહી હતી. એક ખાનગી રિપોર્ટ અનુસાર એક વિલન રિટર્ન્સની ટીમ ગઈકાલે રાત્રે મુંબઈના વર્લી ગામે શૂટિંગ કરી રહી હતી. કેટલાક દ્રશ્યો શૂટ કરવામાં આવ્યા હતા અને કેટલાક દ્રસ્યોનું શુટિંગ મુંબઇ પોલીસે રોક્યું હતું. આ પાછળનું કારણ મુંબઇ પોલીસે એવુ આપ્યું હતું કે ફિલ્મની ટીમ કોરોનના નિયમોનું પાલન નથી કરી રહી. તેમજ આ શુટિંગમાં સામાજિક અંતરનો અભાવ જોવા મળ્યો હતો આથી મુંબઈ પોલીસે ફિલ્મનું શૂટિંગ રોક્યું હતું. આ પહેલી વાર છે જ્યારે દિશા પટની અને જ્હોન અબ્રાહમ સાથે કામ કરી રહ્યા છે.આ ફિલ્મમાં અર્જુન કપૂર અને તારા સુતરિયા પણ મહત્વની ભૂમિકા નિભાવશે. ‘એક વિલન રિટર્ન્સ’ આવતા વર્ષે રિલીઝ થશે. આ ફિલ્મ 2014 ની ફિલ્મ એક વિલનની સિક્વલ છે ‘ તે ફિલ્મમાં શ્રદ્ધા કપૂર, રિતેશ દેશમુખ અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. જ્હોન અબ્રાહમ એક મશહૂર ફિલ્મ અભિનેતા છે તેણે ઘણી ફિલ્મોમાં મહત્વની ભૂમિકા ભજવી છે તેની ફિલ્મો દર્શકોને ખુબ જ પસંદ આવે છે જ્હોન અબ્રાહમ સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય છે અને ઘણી વખત તેના ચાહકો સાથે વાતચીત કરે છે. આ બાજુ દિશા પટ્ટણીનું અફેર આજકાલ ફિલ્મ અભિનેતા ટાઇગર શ્રોફ સાથે ચાલી રહ્યું છે. બંને ઘણીવાર એકબીજા સાથે જોવા મળે છે જો કે, બંનેએ હજી સુધી પોતાના આ સંબંધ વિશે માહિતી આપી નથી.

Chakravatnews Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર