Saturday, April 20, 2024

WTC ફાઇનલ ડ્રો અથવા ટાઇ થશે ત્યારે શું થશે? ICC એ કરી આ જાહેરાત.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC)ની ફાઈનલ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 18-22 જૂન દરમિયાન ઈંગ્લેન્ડના સાઉથેમ્પ્ટનમાં રમાશે. જો મેચ ડ્રો અથવા ટાઈ થશે તો બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) દ્વારા શુક્રવારે આ જાહેરાત કરવામાં આવી.
આઇસીસીએ ફાઈનલ માટે પ્લેઈંગ કંડિશન જાહેર કરી છે. આઇસીસીએ કહ્યું કે, મેચ ડ્રો થશે કે ટાઈ થશે ત્યારે બંને ટીમોને સંયુક્ત વિજેતા તરીકે ટ્રોફી આપવામાં આવશે. તેમજ 23 જૂનને રિઝર્વ ડે તરીકે રાખવામાં આવ્યો છે. જો પ્રથમ પાંચ દિવસમાં 30 કલાકની રમત ન થઇ કે તો રિઝર્વ ડે નો ઉપયોગ કરવામાં આવશે.

આવી સ્થિતિમાં મેચ ડ્રો થશે

આ બંને નિર્ણયો જૂન ૨૦૧૮ માં આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ શરૂ થાય તે પહેલાં લેવામાં આવ્યા હતા. જો સમગ્ર પાંચ દિવસની રમત બાદ સકારાત્મક પરિણામો નહીં મળે તો દિવસની વધારાની રમત નહીં થાય અને આવી સ્થિતિમાં મેચડ્રો જાહેર કરવામાં આવશે. મેચ દરમિયાન સમય ગુમાવવાના કિસ્સામાં આઇસીસીના મેચ રેફરીઓ નિયમિતપણે ટીમો અને મીડિયાને રિઝર્વ ડેનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે અપડેટ કરશે. પાંચમા દિવસે અંતિમ કલાકની રમત શરૂ થાય તે પહેલાં રિઝર્વ ડેની જાહેરાત કરવામાં આવશે. મેચમાં ગ્રેડ 1 ડ્યુક ક્રિકેટ બોલનો ઉપયોગ કરવામાં આવશે.

આઇસીસીએ આ ત્રણ ફેરફાર કર્યા

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમતના નિયમોમાં ત્રણ ફેરફાર પણ ડબલ્યુટીસીની ફાઇનલનો ભાગ હશે. બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચેની વર્તમાન વર્લ્ડ કપ સુપર લીગ શ્રેણી દરમિયાન આ નો અમલ કરવામાં આવ્યો હતો. તેમાં શોર્ટ રન, ખેલાડીઓની સમીક્ષા અને ડીઆરએસ સમીક્ષાઓ સાથે સંબંધિત નિયમોનો સમાવેશ થાય છે.

શોર્ટ રનના કિસ્સામાં થર્ડ અમ્પાયર મેદાન પરના અમ્પાયરના શોર્ટ રન માટે કોઈપણ નિર્ણયની આપ મેળે સમીક્ષા કરશે અને આગામી બોલ ફેંકાય તે પહેલાં મેદાન પરના અમ્પાયરને પોતાનો નિર્ણય આપશે. એલબીડબ્લ્યુ માટે ડિસિઝન રિવ્યુ સિસ્ટમ (ડીઆરએસ) લેતા પહેલા ફિલ્ડિંગ ટીમનો કેપ્ટન અથવા આઉટ થયેલ બેટ્સમેન અમ્પાયર સાથે પુષ્ટિ કરી શકશે કે બોલ રમવાનો ખરેખર પ્રયાસ થયો છે કે નહીં. એલબીડબ્લ્યુ માટે જ ડીઆરએસ લેવા માટે વિકેટ એરિયાનો વ્યાપ વધારીને સ્ટમ્પની ટોચ પર લઈ જવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે ટેસ્ટ ક્રિકેટમાં પ્રેક્ષકોનો રસ વધારવા માટે ડબલ્યુટીસી શરૂ કરવામાં આવ્યું હતું. ચેમ્પિયનશીપની મોટાભાગની મેચો કોરોના વાયરસને કારણે રમાઈ ન હતી. ટીમ ઇન્ડિયા સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન શાનદાર દેખાવ કરવામાં સફળ રહી હતી. વિરાટ કોહલીની કેપ્ટન્સી વાળી ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં પ્રથમ અને ન્યૂઝીલેન્ડ બીજા ક્રમે રહી હતી. ન્યૂઝીલેન્ડ ફાઈનલ મેચ રમવા માટે ઈંગ્લેન્ડ પહોંચી ચૂક્યું છે, જ્યારે ભારતીય ટીમ 2 જૂને ઈંગ્લેન્ડ જવા રવાના થશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર