Friday, May 3, 2024

વોટ્સએપ યુઝર્સ 15 મે પછી ઓડિયો અને વીડિયો કોલિંગ કરી શકશે નહીં, જાણો તેનું કારણ.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપે જાહેરાત કરી છે કે નવી પ્રાઇવસી પોલિસી સ્વીકારતા નથી તેવા યુઝર્સના એકાઉન્ટ 15 મે સુધી બંધ રહેશે નહીં. જોકે, જો તમે 15 મે પછી પણ ઘણા નોટિફિકેશન બાદ વોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસી ને સ્વીકારશો નહીં તો મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો, 15 મે પછી, ખાસ કરીને વોટ્સએપ વપરાશકર્તાઓ કે જેઓ વોટ્સએપની નવી ગોપનીયતા નીતિ સ્વીકારવાના મૂડમાં નથી તેમને નુકસાન થઈ શકે છે. વાસ્તવમાં વોટ્સએપે પ્રાઇવસી પોલિસી સ્વીકારવા માટે વધારાનો સમય આપ્યો છે. પરંતુ તેનો અર્થ એ નથી કે તમે વોટ્સએપ પ્રાઇવસી પોલિસી સ્વીકારવાનું ટાળી શકો છો.

15 મે પછી શું થશે

વોટ્સએપે સ્પષ્ટતા કરી છે તેમ, જે યુઝર્સ ગોપનીયતા નીતિ સ્વીકારતા નથી તેમના એકાઉન્ટ બંધ કરવામાં આવશે નહીં. તેના બદલે આવા યુઝર્સને 15 મે બાદ પ્રાઇવસી પોલિસી સ્વીકારવા માટે નોટિફિકેશન મોકલવામાં આવશે. આ રીતે વોટ્સએપ દ્વારા વોટ્સએપ યુઝર્સને થોડા અઠવાડિયા સુધી સતત રિમાઇન્ડર મોકલવામાં આવશે. આ દરમિયાન વોટ્સએપ યુઝર્સ નવી પ્રાઇવસી પોલિસી સ્વીકારે તો સારું, નહીં તો વોટ્સએપ યુઝર્સને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. આનો અર્થ એ થયો કે જો વપરાશકર્તાઓ ગોપનીયતા નીતિ સ્વીકારશે નહીં તો વોટ્સએપના કેટલાક ફીચર્સનો ઉપયોગ કરી શકશે નહીં.

ઓડિયો અને વીડિયો કોલિંગ કરી શકશે નહીં

વોટ્સએપના સતત ઘણા રિમાન્ડ બાદ જો યુઝર્સ પ્રાઇવસી પોલિસી નહીં સ્વીકારે તો તેમના એકાઉન્ટ બંધ નહીં થાય. પરંતુ વપરાશકર્તાઓ તેમની ચેટ લિસ્ટ જોઈ શકશે નહીં. આ દરમિયાન માત્ર વોટ્સએપ ઇનકમિંગ ઓડિયો અને વીડિયો કોલ જ સ્વીકારી શકશે. આગામી કેટલાક અઠવાડિયામાં વોટ્સએપની નવી ગોપનીયતા નીતિ સ્વીકારશે નહીં તો ઇનકમિંગ ઓડિયો અને વીડિયો કોલની નોટિફિકેશન આવવાની બંધ થઈ જશે. સાથે જ વોટ્સએપ મેસેજ મોકલી શકાશે નહીં. આ ઉપરાંત વોટ્સએપ યુઝર્સ કોલ પણ કરી શકશે નહીં. સરળ શબ્દોમાં કહીએ તો, ગોપનીયતા નીતિ ન સ્વીકારવાથી વોટ્સએપ એકાઉન્ટ બંધ નહીં થાય. પરંતુ યુઝર્સ વોટ્સએપની કોઈ પણ સુવિધાનો આનંદ માણી શકશે નહીં.

 

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર