Saturday, April 27, 2024

World Water Day 2021: વડા પ્રધાન મોદી ‘જળ શક્તિ અભિયાન’ શરૂ કરશે, આ છે તેની થીમ.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે એટલે કે આજે વિશ્વ જળ દિવસ નિમિત્તે ‘જળ શક્તિ અભિયાન’ અભિયાન શરૂ કરવા જઇ રહ્યા છે. આ અવસર પર વડા પ્રધાન આજે બપોરે 12.30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ અભિયાનની શરૂઆત કરશે. વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ) તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદન અનુસાર, 22 માર્ચે વિશ્વ જળ દિવસ નિમિત્તે દેશભરમાં આ અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે. દેશના તમામ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં શરૂ થતા આ અભિયાનની થીમ ‘catch the rain, where it falls, when it falls’ છે. તેનો હેતુ વરસાદના પાણીને બચાવવાનો છે. આ અભિયાન 22 માર્ચથી 30 નવેમ્બર સુધી ચાલશે, જે દેશમાં ચોમાસાની શરૂઆત પૂર્વે અને સમગ્ર ચોમાસાની ઋતુને આવરી લેશે. આ અભિયાનને એક જન આંદોલન તરીકે શરૂ કરવામાં આવશે, જેથી લોકો તેમાં જોડાઇ શકે અને પાણી બચાવી શકે. આ પ્રોજેક્ટથી સૌથી વધુ ફાયદો તેવા વિસ્તારોને થશે જયાં પાણીના અભાવે જનજીવન પ્રભાવિત થાય છે. આ પ્રદેશોમાં બુંદેલખંડ, પન્ના, ટીકમગ,, ટીકમગઢ, છતરપુર, સાગર, દમોહ, દતિયા, વિદિશા, શિવપુરી અને રાયસેન સાથે જ ઉત્તરપ્રદેશના મહોબા, ઝાંસી, લલિતપુર સામેલ છે. ભારતનું જળ વ્યવસ્થાપન દાયકાઓથી બિન-ટકાઉ માર્ગ પર છે. પરિણામે, પીવાના પાણી, રસોઈ અને સ્વચ્છતા જેવી મૂળભૂત માનવ જરૂરિયાતો માટે જ નહિ પણ ઔદ્યોગિક, વ્યાપારી, કૃષિ અને પર્યાવરણીય હેતુઓ માટે પણ યોગ્ય ગુણવત્તાવાળું પાણી ઉપલબ્ધ નથી. પાણીની નબળી વ્યવસ્થાપનને કારણે દેશની વર્તમાન પેઢી જળ સંકટના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. જો ભારત તેની જળ સુરક્ષાને સુનિશ્ચિત કરવા માંગે છે, તો રાષ્ટ્રીય જળ અભિયાનને એકંદરે વ્યાપક વરસાદના પાણીના સંચાલન પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. માત્ર વરસાદી પાણીનો સંગ્રહ કરવાની સિસ્ટમ કામ કરશે નહીં. તેમાં બધી જગ્યાએ સર્વત્ર રૂપ દ્વારા પાણીનો સંગ્રહ કરવો પડશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર