ગુજરાતને હવે ટૂંક સમયમાં ગરમીમાંથી રાહત મળવાનું શરૃ થઇ શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ૨૫ મેથી દક્ષિણ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થશે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ ૧૦ જૂનથી થાય તેવી સંભાવના છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી ૪-૫ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ૨-૩ ડિગ્રીનો ઘટાડો થતાં ગરમીમાં આંશિક રાહત અનુભવાશે. આગામી ૨૫ મેના નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના છે. ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની શરૂઆત થઈ ગઈ છે. સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમા પલટો જોવા મળ્યો છે. બંને જિલ્લાામા આકાશ વાદળોથી ઘેરાઈ ગયુ છે. જે વાતાવરણના પ્રિમોન્સૂન એક્ટિવિટીના સંકેત છે. હિંમતનગરમાં વહેલી સવારથી આકાશ વાદળોથી છવાયું છે. ગત રાત્રિથી ભારે પવન ફૂંકાયો છે, જે વહેલી સવારે પણ યથાવત જોવા મળ્યો. ગરમી વચ્ચે પવનથી ઠંડક પ્રસરી ગઈ છે. આકાશ વરસાદી વાદળોથી ઘેરાયું છે.
તો બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર સહીત ડીસા, દાંતીવાડા, અમીરગઢ, ધાનેરામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. પવનના સુસવાટા સાથે આકાશમાં વાદળો ઘેરાતા વરસાદી માહોલ છવાયો છે. અચાનક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે. તો સાથે જ દિવસ દરમ્યાનના ભારે ઉકળાટ બાદ સાંજના સમયે વાતાવરણમાં પલટો આવતા ઠંડક પ્રસરી છે. ભર ઉનાળે વરસાદી માહોલ સર્જાતા જનજીવન ખુશખુશાલ થયેલુ જોવા મળ્યું.
તો બીજી તરફ, ગુજરાતના લોકોને આગામી દિવસોમાં ગરમીથી રાહત મળશે. આગામી દિવસોમાં મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. જોકે, હાલમાં રાજ્યમાં હિટવેવની કોઈ આગાહી નથી. દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાવવાના કારણે ગરમીથી રાહત મળશે.
ચાલુ વર્ષે ભારતમાં આબોહવા અને ઋતુચક્રમાં એક મોટો તથા ચિંતાજનક બદલાવ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે જે કાળઝાળ ગરમી એપ્રિલ કે મે મહિનામાં અનુભવાતી હોય છે, તેણે આ વર્ષે માર્ચ મહિનાની શરૂઆતમાં જ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત દેશના અનેક રાજ્યોમાં...
રાજકોટ શહેર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને સ્થાનિક રાજકીય માહોલ ધીમે ધીમે ગરમાઈ રહ્યો છે. આ ચૂંટણી જંગમાં મજબૂત દાવેદારી નોંધાવવાના હેતુથી આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પોતાની સંગઠનાત્મક તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે પાર્ટી દ્વારા તાજેતરમાં રાજકોટના તમામ વોર્ડ માટે સઘન ઉમેદવાર પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં...
મારુતિનગર પ્રાથમિક શાળામાં આપત્તિ વ્યવસ્થાપન પ્રોજેક્ટ અંતર્ગત શાળા સલામતી અંગે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને આગ, પૂર, ભૂકંપ જેવી આપત્તિઓ સમયે કેવી રીતે સાવચેત રહેવું અને સુરક્ષિત રીતે વર્તવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.કાર્યક્રમના ભાગરૂપે શાળા પરિસરમાં ફાયર ડેમોસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું, જેમાં...