મોરબીનો સીરામીક ઝોન ગણાતો જેતપર પીપળી રોડની હાલ વરસાદમાં એટલી હદે બદતર હાલત થઈ ગઈ છે કે આ રોડ ઉપરથી હેમખેમ પસાર થવું ખૂબ જ કઠિન બન્યું છે. રોડની આવી ખરાબ હાલત મામલે આવતીકાલે મોરબીના જેતપર-પીપળી રોડ પરના ગ્રામજનો અને ઉદ્યોગકારો દ્વારા એક રેલી કાઢી કલેકટરને આવેદન પત્ર પાઠવશે.
મોરબી જેતપર રોડ ઉપર સીરામીક એકમો ધરાવતા ઉધોગકારો સંદીપભાઈ કાલરીયા, હરેશભાઈ કૈલા, રવિભાઈ કાલરીયા, ભરતભાઇ અને અરવિંદભાઈએ એક યાદીમાં જણાવ્યું હતું કે, મોરબીનો જેતપર-પીપળી રોડ ઉપર મોટી સંખ્યામાં સીરામીક એકમો હોવાથી આ રોડની સીરામીક ઝોન તરીકે ગણના થાય છે. પણ આજુબાજુ ગ્રામજનો અને સ્થાનિક ઉધોગકારોને તંત્ર આ જેતપર પીપળી રોડને સારા રોડની સુવિધા આપવામાં સદંતર નિષ્ફળ ગયું છે. આ રોડની હાલત અગાઉથી ખરાબ હતી. હવે સતત વરસાદથી આ રોડની પથારી ફરી ગઈ છે. હજારો વાહનોની અવરજવર ધરાવતો આ માર્ગમાં એટલી હદે ખાડા પડયા છે કે, ખરેખર રોડમાં ખાડા પડયા છે કે ખાડામાં રોડ છે ? તેવી કપરી હાલત છે. ખાડાને કારણે અકસ્માત તેમજ ટ્રાફિકજામ થાય છે. આથી આ મામલે આવતીકાલે ગુરુવારે સવારે નવ વાગ્યે અણિયારી ચીકડીથી મોરબીના સામાકાંઠે આવેલી જિલ્લા કલેકટર કચેરી સુધી સ્થાનિક ઉધોગકારો તેમજ ઘાટીલા, વેજલપર, ચકમપર, જીવાપર, રાપર, જસમતગઢ, રંગપર, બેલા, પીપળી સહિતના આજુબાજુના ગામોના સરપંચ તેમજ ગ્રામજનો રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર આપવાની જાહેરાત કરી છે.
મોરબી જેતપર રોડ પર પીપળી ગામ સામે કાચાં રસ્તે વિનાયક વે બ્રીજની પાછળ પાટીદાર સ્ક્રેપની બાજુમાં ખરાબમાંથી વિદેશી દારૂ બીયર મળી કુલ કિં રૂ. ૩૭,૦૦૦ ના મુદ્દામાલ સાથે બે ઈસમોને મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડયા છે જ્યારે બે શખ્સો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા...
ટંકારાના જુના હડમતીયા રોડ પર સ્મશાન સામે બાવળના ઝાડ નીચે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઇસમોને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન ટંકારાના જુના હડમતીયા રોડ પર સ્મશાન સામે બાવળના ઝાડ નીચે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઇસમો દિગુભાઇ કરશનભાઇ...
હળવદ શહેરમાં સખી મરચા ફ્લોર મીલ પર યુવક હોય ત્યારે યુવકના પિતાને અગાઉ તેના ભાઈ સાથે માથાકુટ થઇ હોય જેનો ખાર રાખી ત્રણ શખ્સો આવી યુવક સાથે બોલાચાલી કરી યુવકને લોખંડના પાઇપ વડે માર માર્યો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ બસ સ્ટેન્ડ પાછળ રહેતા...