મોરબીનાં મકનસર નજીક એક બીમારી થી પીડાતી ગાય ને1962 ટીમ કરુણા એનીમલ એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક સારવાર મળતા ગૌ માતા નો જીવ બચાવી લીધો હતો
તેમજ મકનસર અને ઘુટુ ગામમાં એક ગાયનું આહ બહાર આવી જતા જાગૃત નાગરિકે તુરંત જ 1962 કરુણા એનીમલ એમ્બ્યુલન્સનો સંપર્ક કર્યો હતો. જેથી 1962ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તાત્કાલિક સારવાર કરી હતી.ટીમના ડોક્ટર વિપુલ કાનાણી તેમજ ડ્રાઈવર વિજય ધાડવીએ સરાહનીય કામગીરી કરતા જીવદયા પ્રેમીઓએ કામગીરીને બિરદાવી હતી.
ભાજપના આગેવાન અને કોંગ્રેસના ચાલું તાલુકા સદસ્ય આમ આદમી પાર્ટીમાં જોડાયા
આમ આદમી પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત મોરબી જિલ્લા ના વાંકાનેર વિધાનસભા રૂપાવટી ગામે પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી ની આગેવાની હેઠળ એક સભા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોળી સમાજ અગ્રણી અને ભાજપ ના આગેવાન રણછોડભાઈ થુલેટિયા અને...
હળવદ તાલુકાના નવી જોગડ ગામે મેઇન બજારમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોએ હળવદ પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન હળવદ તાલુકાના નવી જોગડ ગામે મેઇન બજારમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો ભરતભાઇ માવજીભાઇ મજેઠીયા (ઉ.વ.૪૨) રહે ગામ નવી જોગડ તા. હળવદદ,...
હળવદમા આસ્થા રોડ સ્પીનીંગ મીલ રોડ પર દાવલીયુ તરીકે ઓળખાતી સીમમાં આવેલ પોતાના ખેતરમાં દંપતી કામ કરતા હોય ત્યારે ત્રણ શખ્સો આવી અમારી જમીનમાં કેમ કામ કરો છો અહીથી નીકળી જાવ અમોએ એન.એ. કરાવેલ છે કહી દંપતીને સાથે ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં...