મોરબી આમ આદમી પાર્ટીમાં શહેર ઉપ પ્રમુખ તરીકે અરવિંદભાઈ ગઢવીની નીમણુંક કરાઈ
ગુજરાત માં આમ આદમી પાર્ટી ધીમે ધીમે પોતાનું સંગઠન મજબૂત બનાવવા આગળ વધી રહી છે અને સામાજિક આગેવાનોને પાર્ટી સાથે જોડવા પ્રયાસ કરવામાં આવતા હોય જેમાં આમ આદમી પાર્ટીમાં સામાજિક આગેવાનો જોડાઈને પાર્ટીને મજબુત બનાવી રહ્યા છે
ત્યારે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયા, જિલ્લા મંત્રી ચેતનભાઈ લોરીયા, મોરબી તાલુકા પ્રમુખ દિવ્યેશભાઈ મગુનીયા તથા મોરબી યુવા પ્રમુખ રમેશભાઈ સદાતીયાની હાજરીમાં અરવિંદભાઈ દિલુભા ગઢવી આમ આદમી પાર્ટીની વિચારધારા થી પ્રેરિત થઈ આમ આદમી પાર્ટીમા જોડાયા છે જેમને મોરબી શહેર ઉપપ્રમુખની જવાબદારી સોપવામાં આવી છે