ઇતિહાસમાં સૌથી મોટી સંખ્યામાં શિક્ષકો સહિત ના રાષ્ટ્રીય સંયુક્ત મોરચા સાથે જોડાયેલા 48 સંગઠનો દ્વારા આપવામાં આવેલા ધરણાં પ્રદર્શન કાર્યક્રમમાં સરકારી કર્મચારીઓ ઉમટી પડશે 50000 (પચાસ હજાર )થી ઓછી સંખ્યા નહીં હોય
ગુજરાતના કર્મચારીઓના ઘડપણનો આશરો એવી જુની પેન્શન યોજના ગુજરાત સરકાર ફરીથી દાખલ કરે એ માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પ્રેરિત આ આદોલનમાં સૌ કર્મચારીઓ ની જરૂર છે શિક્ષકો ના સજજતા સર્વેક્ષણ (પરીક્ષા )ના બહિષ્કાર અને એનો બદલો લેવા સરકારે શાળામાં શિક્ષકોને આઠ કલાક આવવા ની ફરજ પાડી ત્યારે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે કરેલા આદોલન ને માતૃ શક્તિએ જ સફળતા અપાવી હતી ફરીથી સફળતા મળે એમાં સૌ કર્મચારીઓના સહયોગથી આજે બપોરે 3:00 થી 6:00 સુધી આપના પ્રતિનિધિ સત્યાગ્રહ છાવણીમાં વક્તાઓના વક્તવ્ય સહિત માતૃશક્તિના વિભિન્ન પ્રયત્નો નાના ભુલકાઓના વક્તવ્ય, આદિવાસી શિક્ષકોની વેદના સહિત *પેન્શન વિહોણા પરીવારના વડીલો ની વાત સરકાર સુધી સમાજ દ્વારા પહોંચે એવા પ્રયત્ન થશે સમાજના બાળકોને સુશિક્ષિત કરી રાષ્ટ્રપ્રેમી નાગરિકો તૈયાર કરનાર ગુરુજીઓ 42 ડીગ્રી ગરમીમાં પોતાના બાળકોના સહારે ઘડપણમાં દીવસો વિતાવવા ના પડે પેન્શનથી એમનું આયુષ્ય પુરુ થાય એ માટે ગાધીનગર આવી રહ્યા છે આપ આજે બપોર પછી ગુજરાતમાં ગુરુજીઓ સહિત ના કર્મચારીઓ ગુજરાતના ખૂણે ખૂણેથી શિક્ષકો સહિત હજારો કર્મચારીઓ તેમજ મોરબી જિલ્લામાંથી પણ 600 જેટલા શિક્ષકો તેમજ અન્ય ખાતાના કર્મચારીઓ ગાંધીનગર ધરણામાં ઉપસ્થિત રહી સરકાર સમક્ષ તાકાતનું દર્શન કર્યું.
મોરબી: મોરબીમાં આજે બપોરે પીએમ એન્ટરપ્રાઈઝની ઓફિસમાંથી એક અજાણ્યા વ્યક્તિ ભૂલથી કારની ચાવી સાથે લઈ ગયેલ છે. તો આ વ્યક્તિને મો.નં. 97376 29276 ઉપર સંપર્ક કરવા રોનકભાઈ દેત્રોજા દ્વારા અપીલ કરવામાં આવી છે.
એલ.ઈ. કોલેજ, ઘુંટુ રોડ ખાતે સેમિનારમાં ઉપસ્થિત રહેવા આચાર્ય દ્વારા અનુરોધ કરાયો
એડમીશન કમીટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ(ACPDC) અમદાવાદ દ્વારા નિયુક્ત નોડલ સંસ્થા, એલ.ઈ.કોલેજ (ડિપ્લોમા) મોરબી દ્વારા તા.૨૧/૦૫/૨૦૨૫ અને તારીખ ૨૬/૦૫/૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે એમ બે 'કારકીર્દી માર્ગદર્શન સેમિનાર'નું આયોજન મોરબી ITI કેમ્પસની બાજુમા, મહેન્દ્રનગર પાણીની ટાંકી સામે,...