મોરબીનાં ઘુંટ રોડ પર આવેલી ઉમા રેસીડેન્સી માંથી બાળક નું અપહરણ થયું
મોરબી : ઘુટું ગામે મામાનાં ઘેર વેકેશન ગાળવા આવેલા ભાણેજ લાપત્તા બનતા તપાસ નાં અંતે બાળક ની ભાળ ન મળતા મામા દ્વારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ભાણેજ નાં અપહરણની ફરીયાદ નોંધાવતા આવી છે
વધુ જાણવા મળતી વિગતો મુજબ જુના ઘાટીલા ગામથી બાળક માતા સાથે મામાના ઘેર ઘુંટુ ગામે વેકેશન ગાળવા આવ્યા બાદ ગઈકાલે નાના સાથે ઘર નજીક આવેલ બાલાજી પાન નામની દુકાન પાસે ગયો હતો નાના અને મામાના પરિચિત એવા વેપારી સાથે ગોલો ખાવા ગયા બાદ લાપતા બનતા મોરબી તાલુકા પોલીસે બાળકના મામાની ફરિયાદને આધારે બાળકને સાથે લઈ ગુમ થનાર વ્યક્તિ વિરુદ્ધ અપહરણ અંગેનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
મોરબીના ઘુંટુ રોડ ઉપર ઉમા રેસિડેન્સીમાં રહેતા રાજેશભાઇ શામજીભાઈ જોટાણીયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું છે કે જુના ઘાટીલા ગામે રહેતા તેમના બેન કુલ્પાબેન ભાવેશભાઈ વિડજા વેકેશન હોય ભાણેજ પર્વ સાથે ઘુંટુ ખાતે આવ્યા હોય ગઈકાલે તેમના પુત્ર પર્વ ઉ.7ને લઈ તેમના પિતાજી ઘર નજીક ઉમા રેસિડેન્સીના ગેટ નજીક આવેલ બાલાજી દુકાન પાસે ગયા હતા.
વધુમાં ભાણેજ પર્વને લઈ બાલાજી દુકાન પાસે ગયેલા નાનાને સાંજે સિક્યોરિટીની નોકરી હોય પર્વને દુકાન પાસે રમતો મૂકી જતા રહ્યા હતા બાદમાં મામા રાજેશભાઈ બાલાજી દુકાન પાસે પર્વને તેડવા જતા પર્વ જોવા મળ્યો ન હતો જેથી બાલાજી દુકાનના માલિક એવા રાજેશ ચંદુભાઈ જગોદરાના પત્ની પૂજાબેન દુકાને હાજર હતા અને તેમને કહ્યું હતું કે તેમના પતિને ઘુંટુ ગામમાં કપડા સિવડાવવા હોય પર્વને તેઓ બાઇકમાં બેસાડી લઈ ગયા છે. જો કે, ખાસો સમય વીતવા છતાં રાજેશ જગોદરા પરત ન આવતા તેમના ઘરે તપાસ કરતા ત્યાં પણ રાજેશ હાજર ન હોય અંતે બાળકના મામાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી બનાવથી વાકેફ કરતા પોલીસે રાજેશ ચંદુભાઈ જગોદરા વિરુદ્ધ અપહરણ અંગે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે