Monday, June 23, 2025

મોરબીમાં IPL મેચ પર ક્રિકેટનો સટ્ટો રમતા એક ઝડપાયો, બે ફરાર

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી વાવડી રોડ ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં આરોપીના રહેણાંક મકાનમાં આઇપીએલની ક્રિકેટ મેચ પર ક્રિકેટનો સટ્ટો રમતા એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય બે શખ્સો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ આરોપી મહમદહનીફ ગુલામભાઈ ચાનીયા (ઉ.વ.૩૭) રહે. મોરબી વાવડી રોડ ક્રિષ્નાપાર્ક સોસાયટી તા. મોરબી વાળાએ પોતાના કબ્જા ભોગવટાવાળા રહેણાંક મકાનમા આરોપી હનીફભાઇ રહે. મોરબી તથા ભોલાભાઈ સીંધી રહે. મોરબી વાળાએ એકબીજા સાથે મેળાપીપણુ કરી એકબીજા સાથે મોબાઇલ ફોનથી ક્રિકેટ લાઇનગુરૂ નામની એપ્લીકેશન મા આઇ.પી.એલ ની SRH-LSG બંને ટીમ વચ્ચેની ૨૦ -૨૦ ઓવર ક્રિકેટમેચનુ સ્કોરબોર્ડ નિહાળી ક્રિકેટમેચત ઉપર પૈસાની હારજીતનો રનના આંકડા ઉપર જુગાર રમી રમાડી આરોપી હનીફભાઇ તથા ભોલાભાઈ સાથે પોતે રમી સોદાલખી મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ.૨૦,૦૦૦/- તથા ક્રિકેટના રનના આંકડા લખેલ નોટબુક તથા બોલપેન તથા રોકડ રૂ.૩૨૦૦/- મળી કુલ રૂ.૨૩,૨૦૦/- ના મુદામાલ સાથે રેઇડ દરમ્યાન આરોપી મહમદહનીફ ગુલામભાઈ ચાનીયા (ઉ.વ.૩૭) રહે. મોરબી વાવડી રોડ ક્રિષ્નાપાર્ક સોસાયટી તા. મોરબી વાળાને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો હતો જ્યારે આરોપી હનીફભાઇ તથા ભોલાભાઈ રહે. મોરબી વાળા સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે તેમજ ત્રણે આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ -૪,૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર