વડગામનાં ધારાસભ્ય અને દલિત સમાજના લડાયક નેતા જીગ્નેશ મેવાણી ની આસામ પોલીસે કરેલી ધડપકડ નાં વિરોધ માં મોરબીમાં આજ રોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ મોરબી નાં આગેવાનો દ્વારા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી ધરણાં યોજી કલેકટર કચેરી ખાતે કલેકટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે જીગ્નેશ મેવાણી ની ધરપકડ કરેલ છે તે ગેર કાયદેસર રીતે કરેલ છે

કારણકે ધારાસભ્ય ની ધરપકડ કરવી હોય તો સ્પીકર ને જાણ કરવી પડે અને ધરપકડ જ્યાં થી કરી હોય ત્યાં ની કોર્ટ માં પહેલા રજૂ કરવા જોય અને પછી કોર્ટ ની મંજૂરી લય જ્યાં ફરિયાદ થય હોય ત્યાં લય જવા જોય પણ આતો દલિત સમાજ ના નેતા ની ધરપકડ કરી દલિત સમાજ ને ડરાવવા નો પ્રયત્ન થઈ રહ્યો છે
અમારા દલિત સમાજ ના નેતા અને ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી ની ધરપકડ ને વખોડીએ છીએ તેમ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ નાં આગેવાનો એ જણાવ્યું છે.
