હળવદ સુખપર પાસે કચ્છ થી અમદાવાદ જતું ટેન્કર લીકેજ હોવાની જાણ થતાં પોલીસ જવાન ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ ની ટીમ ઘટના સ્થળે પહોચી હાઇવે ની એક સાઈડ માં ડાયવર્ઝન કરવામા આવેલ
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ કચ્છ અમદાવાદ હાઇવે ઉપર હળવદના સુખપુર નજીક વોટર પાર્ક સામે કંડલાથી કેમિકલ ભરી મહારાષ્ટ્ર તરફ જતા ટેન્કરને કોઈ વાહન સાઈડમાંથી ઠોકર મારી અકસ્માત સર્જતાં જલદ કેમિકલ લીકેજ થતા આજુબાજુના વિસ્તારમાં ભયંકર દુર્ગંધ ફેલાવાની સાથે લોકોને ગભરામણ થવા લાગે તેવી સ્થિતિ સર્જાઈ છે.
અકસ્માતની જાણ થતાં જ હળવદ પોલીસ, ફાયર બ્રિગેડ સહિતનો કાફલો બનાવ સ્થળે દોડી ગયો છે અને સાવચેતી માટે એક તરફનો રસ્તો બંધ કરાવી દીધો છે
મોરબી જીલ્લામા પ્રોહીબીશન અંગે રાખવામાં આવેલ કોમ્બીંગ ડ્રાઈવ દરમ્યાન પ્રોહીબીશનના કુલ-૬૧ કેસો શોધી કુલ કિં.રૂ. ૯૬,૪૦૫/- નો મુદ્દામાલ મોરબી જિલ્લા પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશમાં પ્રોહીબીશનના વધુને વધુ કેસો શોધી કાઢવા અંગે કોમ્બીંગ ડ્રાઈવ રાખવામાં આવેલ હતી જે કોમ્બીંગ ડ્રાઇવ દરમ્યાન જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના અધિકારી...
વિવિધ માર્ગો પર પેચવર્ક, મેટલવર્ક અને સર્ફેસિંગની કામગીરી પ્રગતિ હેઠળ
મોરબી જિલ્લામાં ચોમાસામાં વરસાદને કારણે નુકસાન પામેલા રસ્તાઓનું માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા ઝડપી, ગુણવત્તાયુક્ત સમારકામ કરવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના નેતૃત્વ હેઠળ મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના રસ્તાઓ પર...
મોરબી શહેરમાં દારૂબંધીની લીરે લીરા ઉડી રહ્યા છે ત્યારે મોરબીના રણછોડનગર જલારામ એપાર્ટમેન્ટ પાછળથી વિદેશી દારૂની પાંચ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના રણછોડનગર જલારામ એપાર્ટમેન્ટ પાછળ જાહેરમાં વિદેશી દારૂનું...