હળવદ: વીજળી કાળ બની ત્રાટકી યુવાન સાથે પશુ નો ભોગ લેવાયો
હળવદ: ધાંગધ્રા તાલુકાના જસાપર ગામની સીમમાં બકરા ચલાવી રહેલ યુવાન પર વીજળી કાળ બનીને ત્રાટકતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું તેની સાથે સાથે ૭૦ થી વધુ બકરાઓના પણ મોત થયા નું સામે આવ્યું છે.
ઝાલાવાડ સહિત રાજ્યમાં કમ ોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે ધાંગધ્રા તાલુકાના વ્રજપર ગામે રહેતા ચેતનભાઇ શેલાભાઈ ભરવાડ ઉંમર વર્ષ ૨૫ તેઓના ગામની બાજુના જસાપર ગામની સીમમાં બકરા ચરાવવા માટે ગયા હતા.જો કે, આજે બપોર બાદ કમ `સમી વરસાદ સાથે વીજળી પડતા ચેતનભાઇનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. સાથે સાથે ૭૦ થી વધુ બકરાઓ પણ મોતને ભેટયા હોવાની વિગતો સામે આવી છે