Friday, February 20, 2026

કલોલ સીટી સર્વે કચેરીમાં ACBનો સપાટો: ૧૦ જમીનની નોંધ પાડવા ₹૫૦ હજારની લાંચ લેતા બે સર્વેયર ઝડપાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ગાંધીનગર:અમિત દવે
ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે આવેલી સીટી સર્વેની કચેરીમાં ભ્રષ્ટાચારના નેટવર્કનો પર્દાફાશ કરતા એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ સફળ ડીકોય ઓપરેશન પાર પાડ્યું છે. જમીનની નોંધ પાડવા જેવી સરકારી પ્રક્રિયામાં લાંચની માંગણી કરતા બે જવાબદાર કર્મચારીઓ ₹૫૦,૦૦૦ની રોકડ રકમ સાથે રંગેહાથ ઝડપાઈ જતાં મહેસૂલી વિભાગમાં ફફડાટ વ્યાપી ગયો છે.
શું હતી સમગ્ર ઘટના?
એસીબીને ગુપ્ત બાતમી મળી હતી કે, કલોલ સીટી સર્વે કચેરીમાં જમીનની નોંધ પાડવા માટે વહીવટદારો દ્વારા એક નોંધ દીઠ ₹૫,૦૦૦ની લાંચની માંગણી કરવામાં આવે છે. આ માહિતીની સચોટતા તપાસવા માટે એસીબી દ્વારા ગત તા. ૧૯/૦૨/૨૦૨૬ના રોજ એક જાગૃત નાગરિક (ડીકોયર) નો સહકાર મેળવીને લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આરોપીઓની ધરપકડ
આ ટ્રેપ દરમિયાન સીટી સર્વે કચેરીના સીનીયર સર્વેયર પંકજકુમાર ગોવિંદભાઇ પરમાર અને સર્વેયર રાજકુમાર હર્ષદકુમાર જયસ્વાલ એ ડીકોયર સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી. તેઓએ કુલ ૧૦ નોંધો પાડવાના બદલામાં નક્કી કર્યા મુજબ ₹૫૦,૦૦૦ની લાંચની માંગણી કરી હતી. જેવી આરોપીઓએ આ રકમ સ્વીકારી, કે તુરંત જ એસીબીની ટીમે ત્રાટકીને બંનેને લાંચની રકમ સાથે દબોચી લીધા હતા.
તપાસની કાર્યવાહી
આ સફળ ઓપરેશન ગાંધીનગર એસીબી એકમના ફિલ્ડ પો.ઇન્સ. શ્રી એચ.બી.ચાવડા દ્વારા પાર પાડવામાં આવ્યું હતું. જેમાં મદદનીશ નિયામક શ્રી એ.કે.પરમાર અને અમદાવાદ રેન્જના નાયબ નિયામક શ્રી હરેશ મેવાડાના માર્ગદર્શન હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પકડાયેલા બંને સરકારી કર્મચારીઓએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી ગુનાહિત ગેરવર્તણુક કરતા તેમની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર