રાજ્યના ઈતિહાસમાં એક ઐતિહાસિક ઘટના થવા જઈ રહી છે. જેમાં એક સાથે 20થી વધુ અધિકારીઓ IPS માટે નોમિનેટ થવા જઈ રહ્યા છે.
ગુજરાત રાજ્યમાંથી IPS સર્વિસ જોઈન કરનારી સંખ્યામાં વધારો થઈ રહ્યો છે એક સમય એવો હતો કે કોઈ ગુજરાતી વ્યક્તિ ભાગ્યેજ IPSમાં પસંદગી પામતા હતા. પણ હવે સમયાંતરે સમય પણ બદલાયો છે. હવે આ પોસ્ટમાં ગુજરાતીઓની સંખ્યામાં વધારો થયો છે.મીડીયાના અહેવાલ મુજબ વર્ષ 2011ની બેચમાં DySpની પોસ્ટ પર ભરતી થયેલા 25 અધિકારીઓની IPS નોમિનેશનની ક્લિયરિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ છે, હવે આવનારા સમયમાં 20થી વધુ ગુજરાતી અધિકારીઓ રાજ્યમાં IPSની પોસ્ટ પર ફરજ બજાવશે. આ પહેલા ગુજરાત કેડરના ચાર IPS અધિકારી સજ્જન સિંહ વી પરમાર, અશોક મુનિયા, મયૂર ચાવડા અને ઉષા રાડાને IPS કેડર ફાળવવામાં આવી હતી
ટંકારા રહેતા તલાટી મંત્રીને આરોપીએ Horoven Resortsનુ નામ આપી ભારતમાં પાંચ વર્ષ સુધી ૨૫ રાત્રી રોકાણ તેમજ જમવાની હોટલ/રીસોર્ટમાં સુવિધા આપવાના પેકેજની લોભામણી લાલચ આપી તલાટી મંત્રીના બેન્ક એકાઉન્ટમાંથી રૂ. ૫૦,૦૦૦ મેળવી છેતરપીંડી કરી હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ રાજકોટના વતની અને હાલ ટંકારા...
હળવદમાં રહેતા આધેડના દાડમના ખેતરમાં બે શખ્સો ગાયો ચરાવતા હોય તે દરમ્યાન શ્રમીકે ફોન કરતા આધેડ ખેતર એ આવી ગાયો ચરાવવાની ના પાડતા સારૂં ન લાગતા આરોપીઓએ આધેડનું ગળુ અને કાંઠલો પકડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદમાં સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતા મુકેશભાઈ સોંડાભાઈ...
ટંકારા નજીક ખજુરા હોટલના ગ્રાઉન્ડમાં થયેલ લુંટના ગુન્હામાં વધુ એક આરોપીને જામનગરથી ટંકારા પોલીસે ઝડપી પાડયો છે.
ગઇ તા.૨૧ મેં ના રોજ નિલેષભાઈ મનસુખભાઈ ભાલોડી રહે. રાજકોટ તથા જયસુખભાઈ સુંદરજીભાઈ ફેફર રહે. રાજકોટ વાળા બન્ને રાજકોટ ૧૫૦ ફુટ રોડ ઉપર આવેલ ટી. એન્ટરપ્રાઈઝ (ટીટેનીયમ) નામની આંગળીયા પેઢીના રોકડા રૂપીયા XUV-300...