Tuesday, May 14, 2024

ત્રાજપર ની વિધાર્થીની યુક્રેન થીં હેમખેમ ઘરે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી તાલુકાના ત્રાજપર ગામે યુક્રેનથી પરત આવેલ મેડીકલની વિર્ધાથીની શૈલેજા લાલજી ભાઇ કુનપરાનુ ધરના સભ્યો, ત્રાજપર ના આગેવાનો તેમજ જિલ્લા ભાજપની ટીમે સ્વાગત કર્યુ હતું.

શૈલેજાને યુક્રેન – રશિયા યુધ્ધના ભયાનક માહોલ વચ્ચે ભારત સરકાર ના ઓપરેશન ગંગા અંતર્ગત હેમખેમ ધરે પહોંચતા તેમના માતા પિતા દ્વારા લાગણી સભર ધડી ને ફૂલડે વધાવી હતી તેમજ ભારતમાતા નુ પુજન કર્યુ ત્યારબાદ મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી દુર્લભજી ભાઇ દેથરીયા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ ભાઇ વાસદડીયા ,તાલુકા પંચાયત સભ્ય તુલશી ભાઇ પાટડીયા, અશોક ભાઇ વરાણીયા, જગદીશભાઇ, બચુભાઇ અમ્રુતિયા તેમજ ઠાકોર સમાજના આગેવાનો દ્વારા મો મીઠું કરાવી સન્માન કરાયુ હતું.

ભારત સરકારના વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીની યુક્રેનમા ફસાયેલા ભારતીયોને સહી સલામત પહોચાડવા ઓપરેશન ગંગા હાથ ધરી 17000 ભારતીયોને પરત લાવવા મા આવ્યા છે. ત્યારે શૈલેજાબેનના પિતા લાલજી ભાઇ કુનપરાએ સરકાર પ્રત્યે કુ્તજ્ઞતા વ્યક્ત કરી પીએમકેર ફંડમા  21000 અને સીએમરીલીફ ફંડમા 11000નો ચેક અર્પણ કર્યો હતો.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર