મોરબી: મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે અલખ પેપરમીલના ત્રીજા માળેથી નીચે પડી જતા યુવતીનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ માધુરીબેન રાજાભાઇ પરમાર ઉ.વ ૧૩ રહે-અલખ પેપરમીલના લેબર કવાટરમા ગોર ખીજડીયા તા.જી મોરબી વાડીમાં તા.જી.મોરબી વાળી લેબર કવાટરના ત્રીજા માળેથી કોઈપણ કારણસર પડી જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
