Sunday, December 8, 2024

જસદણમાં 100 બેડમાંથી 16 ઓક્સિજન બેડ શરુ,બાકીના બેડ 3 દિવસમાં શરુ થશે !

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

કોરોના કહેરના કારણે જસદણ તાલુકામાં મેડીકલ સુવિધાઓ બાબતે ખુબ જ હાલાકી ઉભી થઇ છે જસદણ તાલુકામાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે તેની સામે મેડિકલ સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે,વીરનગર કોવીડ સેન્ટરમા કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે ઓક્સીજન બેડ શરુ કરવામાં આવ્યા. જસદણ અને વિંછીયા પંથકના લોકોને મેડીકલ સુવિધાઓ ઝડપી મળી રહે તે માટે જસદણના ધારસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાના અથાગ પ્રયત્નોથી વિરનગર ગામે શિવાનંદ મિશનમાં 100 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે જેમાં 50 બેડ ઓક્સિજનના અને કોવિડ કેરના 50 સાદા બેડ શરૂ કરવામાં આવ્યા છે.જેમાં હાલ 16 બેડ ઓક્સિજનના શરૂ કરી દેવામાં આવ્યા છે અને 3 દિવસમાં બાકીના બેડ શરૂ કરવા આવશે તેવું મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું.

હાલની સ્થિતિને જોતા વિરનગરમાં શિવાનંદ મિશન હોસ્પિટલમાં 16 બેડ ઓક્સિજનના શરૂ કરી દેવામાં આવ્યા છે.આ તકે મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, વીરનગરના સરપંચ પરેશભાઈ, વીરનગર તાલુકા પંચાયતના સભ્ય શાંતુભાઈ ખાચર, જસદણ પ્રાંત અધિકારી ગલચર સાહેબ,એડિસન કલેકટર વાઢેર સાહેબ, જસદણ તાલુકા બ્લોક હેલ્થ અધિકારી ડોક્ટર રામ સાહેબ,સહિતના જવાબદાર લોકો આ તકે હાજર રહ્યા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર