Thursday, November 7, 2024

ભારતમાં તૂટ્યાં કોરોનાના તમામ રેકોર્ડ, છેલ્લા 24 કલાકમાં 3.14 લાખથી વધુ કેસ; 2100 થી વધુ મોત નોંધાયા.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર અનિયંત્રિત અને જોખમી બની રહી છે. ભારતમાં, કોરોના પોતાનું આકરું રૂપ બતાવી રહ્યો છે અને વધુ લોકોને તેની ઝપેટમાં લઇ રહ્યો છે. આને કારણે હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. કોરોનાના આ વધતા જતા સ્વરૂપને કારણે ભારતે તમામ કોરોના રેકોર્ડ તોડી નાખ્યા છે. આંકડાઓની વાત કરીએ તો દેશમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ લાખથી વધુ નવા કેસ નોંધાયા છે અને 2100 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ વિશ્વમાં કોરોના કેસોમાં એક દિવસનો સૌથી વધુ આંકડો છે. કોરોનાના મામલે, વિશ્વમાં આ સમયે ભારતમાં સૌથી વધુ કેસ છે. છેલ્લા સાત દિવસોમાં, 18 લાખથી વધુ સંક્રમિત લોકો વધ્યા છે, જ્યારે તે પહેલાંના અઠવાડિયામાં 1 મિલિયનથી વધુ કેસ વધ્યા હતા.કોરોનાથી 2,104 લોકો મૃત્યુ પામ્યા હતા. જો કે, આ સમયગાળા દરમિયાન 1,79,372 દર્દીઓ સ્વસ્થ પણ થયા છે. કોરોનાના રેકોર્ડ બ્રેકિંગ કેસની સાથે, કુલ સંક્રમિતોનો આંકડો એક કરોડ 59 લાખ 30 હજાર 965 છે. અત્યાર સુધીમાં એક કરોડ 34 લાખ 54 હજારથી વધુ દર્દીઓ સાજા થયા છે અને 1,84,657 લોકોએ જીવ ગુમાવ્યો છે. દેશમાં સક્રિય કોરોના કેસની સંખ્યા વધીને 22,91,428 થઈ ગઈ છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અનુસાર, કોરોના સંક્ર્મણને શોધવા માટે મંગળવારે દેશભરમાં 16,51,711 સેમ્પલ તપાસવામાં આવ્યા છે. આ સાથે કુલ મળીને અત્યાર સુધીમાં 27 કરોડ 27 લાખ 5 હજારથી વધુ સેમ્પલોનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ દરમિયાન, દેશમાં કોરોના વાયરસ સામે રસીકરણ ચાલુ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના નવીનતમ માહિતી અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં 13 કરોડ 23 લાખ 30 હજાર 644 લોકોને રસી આપવામાં આવી છે. તેમાંથી છેલ્લા એક દિવસમાં 22,11,334 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર