મોરબી : ૨૧ મે ના રોજ સમગ્ર દેશમાં “આતંકવાદ વિરોધી દિન” તરીકે મનાવવામાં આવે છે જે સંદર્ભે આજે મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સંકલન સમીતીની બેઠકમાં કલેકટર જે.બી.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ જે. ભગદેવ, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી સહિતના ઉચ્ચ અધિકારીઓએ “આતંકવાદ વિરોધી દિન” નિમિત્તે શપથ ગ્રહણ કર્યાં હતા.
આ ઉપરાંત જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં આતંકવાદ વિરોધી દિન નિમિતે આતંકવાદ સામે લડવા, સામજીક સદભાવના જાળવવા અને માનવ જીવન મૂલ્યોના ખતરાને પહોંચી વળવા શપથ લેવામાં આવ્યા હતા.
મોરબી તાલુકાના બહાદુરગઢ ગામની સીમમાં મોરબી-માળીયા હાઇવે બહાદુરગઢના બસ સ્ટેન્ડ સામે હુન્ડાઇ ક્રેટા કારમાંથી ઇગ્લીશ દારૂ કિ.રૂ. ૪,૬૮,૦૦૦/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ. ૯,૬૮,૦૦૦/- નો મુદ્દામાલ મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન સર્વેલન્સ પોલીસ સ્ટાફને બાતમી મળેલ કે, એક સફેદ કલર...
તારીખ 12 નવેમ્બરના રોજ રાત્રે એક સજ્જન વ્યક્તિ દ્વારા 181 માં ફોન આવેલ કે એક મહિલા મળી આવેલ છે માટે મદદની જરૂર છે.
ત્યારબાદ કેસ આવતા ની સાથે જ તાત્કાલ 181 ટીમ ઘટના સ્થળે પહોંચેલ 181 ટીમના કાઉન્સેલર સેજલ પટેલ કોન્સ્ટેબલ ખ્યાતીબેન પાયલોટ મહેશભાઈ તે મહિલા સુધી પહોંચેલ તે સજ્જન...