મોરબીના 4 પોલીસકર્મીઓની LCBમાં બદલી કરાઈ
મોરબી જિલ્લા પોલીસમાં 4 પોલીસ કર્મીઓના બદલીના ઓર્ડર કરવામાં આવ્યા
મળતી માહિતી મુજબ મોરબી જિલ્લાના પોલીસ અધિક્ષક એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી તાલુકા પોલીસમાં ફરજ બજાવતા તેજશકુમાર વેલજીભાઇ વિડજા, પોલીસ હેડ ક્વાટરમાં ફરજ બજાવતા નંદલાલ દેવજીભાઇ વરમોરા, માળીયા(મીં) પોલીસમાં ફરજ બજાવતા સંજયકુમાર દિલીપભાઇ રાઠોડ અને મોરબી તાલુકા પોલીસમાં ફરજ બજાવતા ભરતસિંહ ભીમુભા ડાભીની બદલી મોરબી LCB પોલીસમાં કરવામાં આવી છે.
હજુ થોડા સમય પહેલા જ મોરબીના અલગ અલગ પોલીસ મથકમાં ફરજ બજાવતા 24 પોલીસ કર્મીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. ત્યાં ફરી 4 પોલીસ કર્મીઓની બદલી થતા આ મુદો પોલીસ બેડામાં ચર્ચાસ્પદ બન્યો છે.