રાજ્યના ઈતિહાસમાં એક ઐતિહાસિક ઘટના થવા જઈ રહી છે. જેમાં એક સાથે 20થી વધુ અધિકારીઓ IPS માટે નોમિનેટ થવા જઈ રહ્યા છે.
ગુજરાત રાજ્યમાંથી IPS સર્વિસ જોઈન કરનારી સંખ્યામાં વધારો થઈ રહ્યો છે એક સમય એવો હતો કે કોઈ ગુજરાતી વ્યક્તિ ભાગ્યેજ IPSમાં પસંદગી પામતા હતા. પણ હવે સમયાંતરે સમય પણ બદલાયો છે. હવે આ પોસ્ટમાં ગુજરાતીઓની સંખ્યામાં વધારો થયો છે.મીડીયાના અહેવાલ મુજબ વર્ષ 2011ની બેચમાં DySpની પોસ્ટ પર ભરતી થયેલા 25 અધિકારીઓની IPS નોમિનેશનની ક્લિયરિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ છે, હવે આવનારા સમયમાં 20થી વધુ ગુજરાતી અધિકારીઓ રાજ્યમાં IPSની પોસ્ટ પર ફરજ બજાવશે. આ પહેલા ગુજરાત કેડરના ચાર IPS અધિકારી સજ્જન સિંહ વી પરમાર, અશોક મુનિયા, મયૂર ચાવડા અને ઉષા રાડાને IPS કેડર ફાળવવામાં આવી હતી
મોરબી: મહેસાણા જિલ્લાના પામોલ ગામથી ૩૦ પદયાત્રિકો દ્વારા શ્રી જગતમંદિર દ્વારકા પગપાળા યાત્રા દરમ્યાન રાત્રીના મોરબી મહાનગરપાલિકાના મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે રોકાણ કરવામાં આવેલ એ સમયે સંસ્થા સ્ટાફ દ્વારા તેઓને રાત્રી ભોજન કરાવીને આરામ માટે રૂમ ફાળવવામાં આવ્યો હતો આ રીતે સંચાલક ટીમના પ્રતિનિધિઓ એ સરકારી વિભાગોના સુચારૂ સંકલન...
મોરબીના સામાકાંઠે આવેલ વિધ્યુતનગર કાલીકા માતાજીના મંદિર પાછળ મફતીયાપરામા આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૮ કિં રૂ. ૨૮૪૮ નો મુદ્દામાલ ઝડપી પાડી આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા મોરબી સિટી બી ડીવીઝન પોલીસે ફરાર દર્શાવી આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી...