Monday, October 7, 2024

અભિષેક બચ્ચનની ‘ધ બિગ બુલ’ આ તારીખે ડિઝની પ્લસ હોટસ્ટાર પર રજૂ થશે.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

અભિષેક બચ્ચનની ફિલ્મ ધ બિગ બુલ ડિઝની પ્લસ હોટસ્ટાર પર આવશે તેની જાહેરાત ગયા વર્ષે કરવામાં આવી હતી, પરંતુ હવે તેની રિલીઝ તારીખની પુષ્ટિ થઈ ગઈ છે. ફિલ્મના નિર્માતા અજય દેવગને સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી હતી. બિગ બુલ સ્ટોક માર્કેટના કૌભાંડ પર આધારિત એક ફિલ્મ છે. અજય દેવગને ફિલ્મના ટીઝરને શેર કરીને તેના વિશેની માહિતી આપી હતી. અને જણાવ્યું હતું કે 19 માર્ચે તેનું ટ્રેલર આવશે. આ ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટાર વીઆઇપી પર 8 એપ્રિલે રિલીઝ થશે. બિગ બુલ એક બાયોગ્રાફિકલ ક્રાઈમ-થ્રિલર છે. તે સ્ટોક બ્રોકર હર્ષદ મહેતાના જીવનની ઘટનાઓ પર આધારિત છે. આ ફિલ્મમાં 1980 થી 1990 દરમિયાન 10 વર્ષના ગાળામાં હર્ષદ મહેતાના આર્થિક ગુનાઓને દર્શવવામાં આવશે. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન ટાઇટલ રોલની ભૂમિકામાં જોવા મળશે, જ્યારે ઇલિયાના ડિક્રુઝ અને સોહમ શાહ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. બિગ બુલનું દિગ્દર્શન કુકી ગુલાટીએ કર્યું છે. ડિઝની પ્લસ હોટસ્ટારે ગયા વર્ષે જૂનમાં મલ્ટિપ્લેક્સ મૂવીઝ અંતર્ગત સાત મોટી ફિલ્મોની ઘોષણા કરી હતી, જેમાં લક્ષ્મી, સડક 2, લૂટકેસ, ખુદા હાફિઝ અને દિલ બેચરા સહિત આ ફિલ્મો 2020 માં રજૂ થઈ હતી. બિગ બુલ અને ભુજ – ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા હજી બાકી છે. બિગ બુલની રિલીઝની પુષ્ટિ થયા બાદ માત્ર ભુજ – ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા બાકી રહ્યું છે. બિગ બુલ અભિષેકની બીજી ઓટીટી રિલીઝ ફિલ્મ છે. ગયા વર્ષે અનુરાગ બાસુ દ્વારા દિગ્દર્શિત તેમની ફિલ્મ લુડો નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મના સારા એવા વખાણ થયા હતા. અભિષેકે ગયા વર્ષે ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યુ કર્યો હતો.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર