કોરોના અનેક લોકોને ભરખી ગયો છે. આ કારણે અત્યાર સુધી ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સામાન્ય હોય કે ખાસ, આ રોગ કોઈને છોડતો નથી. આ રોગચાળો ઘણા લોકો માટે કાળ બની ગયો છે. આ દરમિયાન હવે બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફથી ખરાબ સમાચાર આવ્યા છે. જાણીતા એક્ટર બિક્રમજીત કંવરપાલનું કોરોનાથી નિધન થયું. 52 વર્ષના બિક્રમજીતના મોતના સમાચારે બધાને ચોંકાવી દીધા હતા. તેમના નિધનથી માત્ર તેમના પરિવારને જ નહીં પરંતુ સમગ્ર બૉલીવુડ જગતમાં પણ આઘાતનું મોજું ફરી વળ્યું છે. સોશિયલ મીડિયા પર અભિનેતાના નિધન પર ચાહકો અને સ્ટાર્સ સતત દુ:ખ વ્યક્ત કરી રહ્યા છે. બિક્રમજીત કંવરપાલનો જન્મ હિમાચલ પ્રદેશમાં આર્મી ઓફિસરના ઘરે થયો હતો. બિક્રમજીત પોતે આર્મીમાં કામ કરતો હતો. તેઓ ૨૦૦૨ માં આર્મીમાંથી નિવૃત્ત થયા હતા. ત્યારબાદ તેણે 2003માં બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. બિક્રમજિતે ‘પેજ 3’, ‘પાપ’, ‘કોર્પોરેટ’, ‘આથિથી તુમ કબ જાઓગે’, ‘મર્ડર 2’, ‘હે બેબી’, ‘પ્રેમ રતન ધન પાયો’, ‘આરક્ષણ’, ‘2 સ્ટેટ્સ’, ‘રોકેટ સિંહ: સેલ્સમેન ઓફ ધ યર’ અને ‘ધ ગાઝી એટેક’ સહિતની અન્ય ફિલ્મો કરી હતી. બિક્રમજીત માત્ર બોલિવૂડ પર જ નહીં પરંતુ નાના પડદા પર પણ કામ કરી ચૂક્યો છે. બોલિવૂડ ડાયરેક્ટર વિક્રમ ભટ્ટે પણ દુઃખ વ્યક્ત કર્યું છે. તેણે બિક્રમજીતની તસવીર શેર કરતાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક લાંબી પોસ્ટ લખીને દુઃખ વ્યક્ત કર્યું હતું. અભિનેતાના નિધનથી ફિલ્મ જગતમાં દુઃખનું મોજું ફરી વળ્યું છે.
અભિનેતા બિક્રમજીત કંવરપાલનું કોરોનાથી નિધન, આર્મી ઓફિસર રહી ચુક્યા છે આ અભિનેતા.
વધુ જુઓ
સુશાંત સિંહ રાજપૂતે 2019માં અચાનક તમામ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી, જાણો તેની પાછળનું કારણ.
બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતને એક વર્ષ પૂર્ણ થવામાં માત્ર ૪ દિવસ બાકી છે અને આ કેસની તપાસ હજી ચાલુ છે. સુશાંતે ગયા વર્ષે 14 જૂન, 2020ના રોજ વિશ્વને વિદાય આપી હતી. આટલા સમય પછી પણ તેના ચાહકોને વિશ્વાસ કરવો ખૂબ મુશ્કેલ લાગી રહ્યો છે કે તે હવે...
કેટરીના કૈફ અને વિકી કૌશલ રિલેશનશિપમાં છે ? આ વાતની પુષ્ટિ આ અભિનેતાએ આપી.
બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફ અને વિકી કૌશલ વચ્ચે ચાલી રહેલ પ્રેમની ચર્ચાઓ છેલ્લા ઘણા મહિનાઓથી થઇ રહી છે, જોકે બંને વચ્ચેના સંબંધોની પુષ્ટિ થઈ નથી. કેટરિના કે વિકી કોઈ પણ તરફથી પણ આની હજુ કંઇ પણ પુષ્ટિ થઈ નથી. પરંતુ હવે એક ફિલ્મ અભિનેતાએ બંને વચ્ચેના સંબંધની પુષ્ટિ કરી...
Netflix પર ઓગસ્ટમાં ‘ધમાકા’ કરી શકે છે કાર્તિક આર્યન, જાણો સંપૂર્ણ વિગતો.
બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન હાલ પોતાની ફિલ્મોને લઈને ચર્ચામાં જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં કાર્તિકના હાથમાંથી કેટલાક મોટા પ્રોજેક્ટ છૂટી ગયા છે પરંતુ તેના હાથમાં હજી પણ કેટલીક ફિલ્મો છે જેની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મોમાંથી એક ફિલ્મ છે રામ માધવાનીની 'ધમાકા'. 'ધમાકા' ઘણા...