Sunday, September 15, 2024

Instagram પર આવ્યું જોરદાર નવું ફીચર એડલ્ટ નહિ કરી શકે ઇન્સ્ટાગ્રામ પર આ કામ જાણો આ ફીચર વિશે વધુ.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ફેસબુકની માલિકીની ફોટો શેરિંગ પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામએ એક નવું આર્ટફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ લોન્ચ કર્યું છે. આ ઇન્સ્ટાગ્રામ ટૂલ બાળકોને સોશિયલ મીડિયા દ્વારા કરવામાં આવતી પજવણી અને અત્યાચારથી બચાવવામાં મદદ કરશે. જે પુખ્ત વયનાં યુઝર્સ ટીનેજર્સ સાથે ખરાબ વ્યવહાર કરે છે, તેમના માટે ઇન્સ્ટાગ્રામ એક કડક પગલું ભરશે. ઇન્સ્ટાગ્રામમાં આ નવા ટૂલની રજૂઆત પછી, 18 વર્ષથી ઓછી વયના વપરાશકર્તાઓને હવે કોઈ મેસેજ આપી શકશે નહિ. જો કોઈ વપરાશકર્તા 18 વર્ષથી નીચેના વપરાશકર્તાને સીધો સંદેશ મોકલવાનો પ્રયાસ કરશે, તો તેને ન મોકલવાની સૂચના મળશે. કંપનીએ મંગળવારે નવી ટેક્નોલોજી રજૂ કરી. તેનો ઉદ્દેશ નાની ઉંમરનાં બાળકોને અકાઉન્ટ બનાવતા રોકવા અને પુખ્ત વયનાં યુઝર્સને અજાણ્યા યુવાન યુઝર્સનો કોન્ટેક્ટ કરતા રોકવાનો છે. ઇંસ્ટાગ્રામનું આ નવું ફીચર, મશીન લર્નિંગની મદદથી નાની ઉંમરનાં વપરાશકર્તાઓની ઓળખ કરે છે અને પછી આવા વપરાશકર્તાઓના મેસેજિંગને બ્લોક કરે છે. કંપની આ બધા યુઝર્સના સજેસ્ટ લિસ્ટમાં ટીનેજરનાં અકાઉન્ટ દેખાડવાનું બંધ કરી દેશે. તેઓ યુઝર્સને અલર્ટ પણ કરશે, તેમાં પ્રાઇવેટ મેસેજ મોકલવા પર પણ પ્રતિબંધ આવી શકે છે. આ ટૂલનો ઉપયોગ કંપની યુઝરને અલર્ટ કરવા કરશે અને તેમને અજાણ્યા યુઝર્સને બ્લોક કરવા, રિપોર્ટ કરવા કે બૅન કરવાનો વિકલ્પ પણ આપશે. ઇન્સ્ટાગ્રામ હવે ટીનેજર્સની સેફ્ટીને ગંભીરતાથી લઇ રહ્યું છે. કંપની ટૂંક સમયમાં નાના બાળકો અને ટીનેજર્સની સેફ્ટીને ધ્યાનમાં રાખીને નવા ફીચર્સ લોન્ચ કરવાની છે. ઇન્સ્ટાગ્રામ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ મહિને ઘણા દેશોમાં તે રજૂ કરવામાં આવશે અને ટૂંક સમયમાં તેને વૈશ્વિક સ્તરે લોન્ચ કરવામાં આવશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર