Sunday, December 8, 2024

રણબીર કપૂરની તબિયત લથડતા, અભિનેતાના કાકાએ કહ્યું- ‘મને વિશ્વાસ નથી કે તેને કેવી રીતે …

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ફરી એકવાર કપૂર પરિવારમાંથી માઠા સમાચાર સામે આવી રહ્યા છે. ઋષિ કપૂરનો પુત્ર અભિનેતા રણબીર કપૂરની હાલત કથળી છે. આ માહિતી રણબીરના અંકલ એક્ટર રણધીર કપૂરે આપી છે. તેણે કહ્યું છે કે તેમને લાગે છે કે તેનો ભત્રીજો રણબીર કપૂર કોરોના વાયરસથી સંક્રમિતન થયો છે. જેના કારણે તેને ક્વોરીન્ટાઇન કરવામાં આવ્યો છે. આ અંગે રણધીર કપૂરને એક અંગ્રેજી વેબસાઇટ સાથે વાત કરતા પૂછવામાં આવ્યું કે રણબીર કપૂરને કોરોના વાયરસથી ચેપ લાગ્યો છે ? તો તેણે હા માં જવાબ આપ્યો હતો. આ પછી રણધીર કપૂરે આગળ કહ્યું, ‘મારું માનવું છે કે તે ઠીક નથી, પણ મને ખાતરી નથી કે તેને કેવી રીતે આમ થયું છે. હું શહેરમાં નથી. ‘ હવે આ સમાચારની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. રણબીર કપૂરના ઘણા ચાહકો રણબીર ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે ગયા વર્ષે ડિસેમ્બરમાં તેની માતા અભિનેત્રી નીતુ કપૂર પણ કોરોના વાયરસનો શિકાર બની હતી. ફિલ્મ ‘જુગ જુગ જિયો’ ના શૂટિંગ દરમિયાન તે કોરોના વાયરસની ઝપેટમાં આવી ગઈ હતી. નીતુ કપૂર ફિલ્મના શૂટિંગ માટે ચંદીગઢ ગઈ હતી જ્યાં તે આ ખતરનાક રોગચાળાનો શિકાર બની હતી. જે બાદ તેને એમ્બ્યુલન્સ દ્વારા મુંબઇ લાવવામાં આવી હતી. સારી વાત એ છે કે અભિનેત્રી હવે સંપૂર્ણ સ્વસ્થ છે. આ સાથે જ રણબીર કપૂરના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, આ દિવસોમાં તે તેની ફિલ્મ બ્રહ્માસ્ત્રના શૂટિંગને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મનું શૂટિંગ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે. આ સુપરહીરો ટ્રાયોલોજી ફિલ્મનું દિગ્દર્શન અયાન મુખર્જી કરી રહ્યા છે. બ્રહ્માસ્ત્ર એક મહત્વાકાંક્ષી અને ખૂબ રાહ જોવાતી બોલીવુડ ફિલ્મ છે. આ ફિલ્મમાં રણબીર કપૂર ઉપરાંત અભિનેત્રી આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, નાગાર્જુન અક્કીનેની અને મૌની રોય પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

 

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર