Sunday, September 8, 2024

કેન્દ્રનો મોટો નિર્ણય, હવે નેતાજીનો જન્મદિવસ ‘પરાક્રમ દિવસ’ તરીકે ઉજવાશે.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

કેન્દ્ર સરકારે મંગળવારે મહાન સ્વતંત્રતા સેનાની અને આઝાદ હિંદ ફોજના સ્થાપક નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મદિવસ ઉજવવાનો નિર્ણય કર્યો છે. સરકાર હવે દર વર્ષે 23 જાન્યુઆરીએ નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મદિવસ પરાક્રમ (બહાદુરી) દિવસ તરીકે ઉજવશે. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયે આ માહિતી આપી છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે નેતાજીની 125 મી જન્મજયંતિ ઉજવવામાં આવશે. સંસ્કૃતિ મંત્રાલયે જારી કરેલા જાહેરનામામાં જણાવ્યુ હતું કે, ‘નેતાજીની અદમ્ય ભાવના અને રાષ્ટ્ર પ્રત્યેની તેમની નિ:સ્વાર્થ સેવા અને આદરને યાદ કરવા માટે, ભારત સરકાર દ્વારા 23 જાન્યુઆરીએ દેશવાસીઓ, ખાસ કરીને યુવાનોને પ્રેરણા આપવા માટે દર વર્ષે તેમના જન્મદિવસને પરાક્રમ દિવસતરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. નેતાજીએ પ્રતિકૂળ સંજોગોનો સામનો કરીને દેશવાસીઓમાં દેશભક્તિની ભાવના ઉજાગર કરી. સરકારે આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આ વર્ષે યોજાવાની છે. ભાજપ રાજ્યમાં ‘કમળ’ ને ફરી ખીલવવા માટે પ્રયત્નશીલ છે. તે જ સમયે, મમતા બેનર્જી પોતાની સત્તા બચાવવા માટે સંઘર્ષ કરી રહી છે. આ સિવાય વડા પ્રધાન નરેન્દ્ર મોદી 23 જાન્યુઆરીએ પશ્ચિમ બંગાળની મુલાકાત લઈ શકે છે. અહીં તેઓ કોલકાતાના વિક્ટોરિયલ મેમોરિયલમાં યોજાનારી નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ ઉજવણીમાં ભાગ લેશે. વડા પ્રધાન અલીપુર સ્થિત બેલ્વેડિયર એસ્ટેટની રાષ્ટ્રીય પુસ્તકાલયની મુલાકાત પણ લઈ શકે તેવી શક્યતાઓ છે. આ માટે, પશ્ચિમ બંગાળ પોલીસ અને વિશેષ સુરક્ષા જૂથ (એસપીજી), જે ભારતના વડા પ્રધાનનું રક્ષણ કરે છે, તેણે18 મી જાન્યુઆરીએ એક બેઠક કરી હતી. વડા પ્રધાન મોદી માટે બે કાર્યક્રમોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. વડા પ્રધાનની મુલાકાત દરમિયાન કોઈ રાજકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું નથી. જો કે માનવામાં આવી રહયું છે કે તે બંગાળ ભાજપના નેતાઓને મળી શકે છે. તે જ સમયે, પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસ અધ્યક્ષ મમતા બેનર્જી નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે ‘પદયાત્રા’ કરી શકે છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર