Sunday, September 8, 2024

તાંડવના નિર્માતાએ માફી માંગી, છતાં પણ હંગામો અટક્યો નહીં, FIR નોધવામાં આવી. જાણો શું છે સમગ્ર તાંડવ ?

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ઉત્તરપ્રદેશ સરકાર એમેઝોન પ્રાઇમની વેબ સિરીઝ તાંડવ પર પોતાની પકડ વધુ કડક કરી રહી છે. લખનૌના હજરતગંજ પોલીસ સ્ટેશન પછી હવે ગ્રેટર નોઈડામાં રબુપુરા પોલીસ સ્ટેશનમાં તાંડવ….વેબ સિરીઝના ડિરેક્ટર, નિર્માતા, અભિનેતા સૈફ અલી ખાન, સુનીલ ગ્રોવર અને ડિમ્પલ કાપડિયા સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. કારણ કે તેઓ પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગવાવમાં આવ્યો છે. વેબ સીરીઝ પર આઈપીસીની કલમ 153 એ, 295, 505 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યા છે. આ સિવાય, આ ફરિયાદમાં શ્રેણી અને તેના નિર્માતાઓ પર આઇટી એક્ટની કેટલીક કલમો લગાવી દેવામાં આવી છે. આ ફરિયાદમાં તાંડવના ડિરેક્ટર અલી અબ્બાસ ઝફર,પ્રોડ્યુસર, એમેઝોન પ્રાઈમ વીડિયોના કન્ટેન્ટ હેડ અને અભિનેતા સૈફ અલી ખાનનો સમાવેશ થાય છે. આ સિવાય પણ એફઆઈઆરમાં ડીમ્પલ કાપડિયા, સુનીલ ગ્રોવર જેવા ઘણા મોટા નામ સામેલ છે. આ એફઆઈઆરમાં એકસાથે 7 લોકો પર આરોપ મૂકવામાં આવ્યો છે.

સુનાવણી 23 જાન્યુઆરીએ થશે.
જણાવી દઈએ કે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં તાજેતરમાં જારી કરવામાં આવેલી વેબ સિરીઝ તાંડવ એક અરજી કરવામાં આવી છે. આ અરજીમાં, તાંડવ શ્રેણી અને તેને બનાવનારી ટીમમાં અબ્બાસ ઝફર, અપર્ણા પુરોહિત, હિમાંશુ કૃષ્ણ મેહરા, ગૌરવ સોલંકી, સૈફ અલી ખાન, મોહમ્મદ ઝીશાન આયુબ, ગૌહર ખાન સામેલ છે, તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આ અરજી પર સુનાવણી 23 જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે.

ફિલ્મ નિર્માતાએ માફી માંગી
અલી અબ્બાસ ઝફરે તાજેતરમાં વધતી જતી મુસીબતોને જોઈને માફી માંગી હતી. તેમણે કહ્યું કે કાસ્ટ એન્ડ ક્રૂનો હેતુ ક્યારેય કોઈ પણ વ્યક્તિ, જાતિ, સમુદાય, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા અથવા તેનું અપમાન કરવાનો ઈરાદો નથી. જો કે, વેબ નિર્માતા વતી લોકો દ્વારા જે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે તેને ધ્યાનમાં લેવામાં આવી છે . તેમણે કહ્યું હતું કે જો અજાણતા કોઈની લાગણીને ઠેસ પહોચી હોય તો તેની માટે તેઓ માફી માગે છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર