Monday, September 9, 2024

ગુજરાતમાં 6 થી 8 ના વર્ગ શરૂ થયા, આ નિયમોનું પાલન કરવું પડશે.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

કોરોના મહામારીના કારણે છેલ્લા 11 મહિનાથી બંધ પ્રાથમિક શાળામાં ધોરણ 6 થી 8 ના વર્ગો આજથી શરૂ થયા છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓ માં ધોરણ – 6 થી 8 ના વર્ગો આજથી શરૂ થયા છે.સમગ્ર રાજ્યમાં કોરોનાની મહામારીના કારણે છેલ્લા 11 મહિનાથી શાળાઓમાં શિક્ષણકાર્ય સંપૂર્ણ બંધ હતું..બાળકો નું શિક્ષણ ન બગડે તે માટે સરકાર દ્વારા માત્ર ઓનલાઈન શિક્ષણ કાર્ય શરૂ રાખવામાં આવ્યું હતું પરંતુ કોરોના ના કેસો જેમ જેમ ઘટી રહ્યા છે તેમ તેમ કોરોના કાળ દરમ્યાન બંધ રહેલી શાળાઓ પૈકી સરકાર દ્વારા અગાઉ સેકન્ડરી અને હાયર સેકન્ડરીના વર્ગો ગાઈડલાઈન મુજબ શરૂ કરવામાં આવ્યાં હતા. ત્યારે આજથી સમગ્ર રાજ્ય સાથે અરવલ્લી જીલ્લામાં પણ સરકારી અને ખાનગી શાળાઓમાં ધોરણ-૬ થી ૮ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે..જે મુજબ દરેક વિદ્યાર્થીઓને સ્કુલમાં પ્રવેશતી વખતે દરરોજ ટેમ્પરેચર માપ્યા બાદ માસ્ક, સેનેટાઈઝર સહિતની કોરોના ગાઈડલાઈનનું પાલન કરવવામાં આવશે આ ઉપરાંત દરેક વિદ્યાર્થીઓને ફરજીયાત સોશ્યલ ડિસ્ટનસિંગ જાળવવું પડશે. આ અંગે સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર