Sunday, December 8, 2024

હાર્ટ એટેકને કારણે, નોન-સ્ટ્રાઈક પર ઉભેલો ખેલાડી જમીન પર પડ્યો, મેદાન પર જ થયુ મોત.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ક્રિકેટના મેદાન પર અકસ્માતો ઘણીવાર બનતા હોય છે, કારણ કે રમત જેટલી મનોરંજક છે, તેટલી જ જીવલેણ છે. જ્યારે ક્રિકેટર ક્રિકેટના મેદાન પર મૃત્યુ પામે છે, તો પછી આ રમત પર થોડો કલંક લાગે તેવું પણ બને. આવું જ કંઈક મહારાષ્ટ્રના પુનામાં થયું છે, જ્યાં ક્રિકેટના મેદાન પર એક ક્રિકેટરનું મોત નીપજ્યું હતું. જો કે, આ ક્રિકેટરનું મૃત્યુ કોઈ બોલ અથવા કોઈ અન્ય કારણોસર નહીં, પરંતુ હાર્ટ એટેકને કારણે થયું હતું. બુધવારે મહારાષ્ટ્રના પુના જિલ્લાના જુન્નાર તહસીલમાં ક્રિકેટ મેચ રમતી વખતે હાર્ટ એટેકથી 47 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ખેલાડીના મોતનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે, જેમાં તે નોન સ્ટ્રાઇક પર ઉભો છે અને ધીમે ધીમે બેસે છે. અને થોડી ક્ષણોમાં તે જમીન પર સૂઈ ગયો. ક્રિકેટરની ઓળખ બાબુ નલવાડે તરીકે કરવામાં આવી છે, જે સ્થાનિક ખેલાડી હતો. અમ્પાયર ખેલાડી સુધી પહોંચે છે, પરંતુ ખેલાડી બેહોશ જ રહ્યો. જાધવવાડી ગામ નજીક યોજાયેલી સ્થાનિક ટૂર્નામેન્ટ દરમિયાન આ ઘટના બની હતી. નારાયણગાંવ પોલીસ મથકના એક અધિકારીએ જણાવ્યું કે, તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. અધિકારીએ કહ્યું કે ઓટોપ્સીએ પુષ્ટિ આપી કે તેને હાર્ટ એટેક આવ્યો છે. આ પહેલીવાર નથી જ્યારે કોઈ આ રીતે મેદાન પર મૃત્યુ પામ્યું હોય. ભૂતકાળમાં, ઘણી ઘટનાઓ પ્રકાશમાં આવી છે જ્યાં હાર્ટ એટેકને કારણે ખેલાડીનું મોત નીપજ્યું હોય.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર