Sunday, September 8, 2024

ચીનમાં ફરીથી કોરોનાનો ખતરો વધ્યો, 20 હજાર લોકોને ક્વોરન્ટીન કરાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

કોરોના વાયરસ ફરી ચીનમાં ગંભીર પરિસ્થિતિનું કારણ બની રહ્યું છે. આને કારણે 20 હજાર લોકોને હેબી પ્રાંતના શિજિયાઝુઆંગ પ્રાંતમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે. અહીં કોરોનાના કેસોમાં વધારાને લીધે, આ લોકોને ક્વોરેન્ટાઇન વિસ્તારોમાં મોકલવામાં આવ્યા છે. ગ્લોબલ ટાઇમ્સે કરેલા એક ટવીટમાં, “ચીનના શિઝિયાઝુઆંગમાં ગાઓચેંગ જિલ્લાના ઝેંગકુન કાઉન્ટીના 12 ગામોના 20,000 લોકોને ક્વોરેન્ટાઇન મોકલવામાં આવ્યા છે.”

તેમજ કોરોનાના વધતા જતા ખતરાને ધ્યાનમાં રાખીને લોકડાઉન અવધિ વધારવામાં આવી છે. ચીનના આરોગ્ય નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે ચીનમાં ફેલાતો કોરોના વાયરસ ખૂબ ચેપી છે અને લક્ષણ વગરના કોરોનાના કેસો એક મોટો પડકાર બની ગયા છે. સોમવારે ચીને 103 કેસની પુષ્ટિ કરી છે. જેમાંથી મોટાભાગના હેબીઇના નોંધાયેલા છે.

નોંધપાત્ર વાત એ છે કે દેશમાં અત્યાર સુધીમાં કોરોના કુલ આંક 87,591 પર પહોંચી ગયો છે અને મૃત્યુઆંક 4,634 ​છે. દેશમાં કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખીને નાગરિકોને મુસાફરી ન કરવા સૂચના આપવામાં આવી છે અને શાળાઓ બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, પરીક્ષણ ઝડપી કરવા જણાવાયું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના વૈજ્ઞાનિકો ગુરુવારે ચીન પહોંચશે અને 2019 ના અંતમાં ચેપ લાગવાના કારણોની તપાસ કરશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર