Sunday, September 8, 2024

Curfew in Maharashtra : 22 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી અમરાવતીમાં કર્ફ્યુ રહેશે, જરૂરી ચીજવસ્તુઓની દુકાનો પર પણ પ્રતિબંધ !

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના કેસોને ધ્યાનમાં રાખીને, અમરાવતી મ્યુનિસિપલ કોર્પોરેશન અને અચલપુર મ્યુનિસિપલ કાઉન્સિલની સીમમાં 22 ફેબ્રુઆરીએ સાંજે 8 થી 1 માર્ચે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાગૂ કરવામાં આવશે. જિલ્લા અમરાવતી કલેકટર શૈલેષ નવલના જણાવ્યા મુજબ, આ કર્ફ્યુ દરમિયાન સવારે 8 થી બપોરે 3 વાગ્યા સુધી જ જરૂરી ચીજવસ્તુઓની દુકાનો પણ ખૂલી રહેશે. મહારાષ્ટ્રમાં રવિવારે કોરોના સંક્રમણના 7000 નવા કેસ આવ્યા હતા, જેમાંથી 1000 કેસ ફક્ત એકલા મુંબઇમાંથી નોંધાયા છે. આ જોતાં, સરકારની ચિંતા વધી ગઈ છે, એક સાવચેતી રૂપે, કોવિડ નિયમોનો કડક અમલ કરવામાં આવ્યો છે.

કોરોના રોગચાળાના સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને, મહારાષ્ટ્ર સરકારે સોમવારથી રાજ્યમાં રાજકીય, ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે,જેથી લોકોની ભીડ એકઠી ના થાય. અમરાવતીમાં એક અઠવાડિયાનું લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે, જ્યારે પુણેની શાળાઓ, કોલેજો અને કોચિંગ સંસ્થાઓ બંધ કરી દેવામાં આવી છે. ચેપ પર નિયંત્રણ મેળવવા માટે, કેન્દ્ર સરકારે અસરગ્રસ્ત રાજ્યોને આરટી-પીસીઆર પરીક્ષણને ઝડપથી કરવા નિર્દેશ આપ્યો છે. રાજ્યના સીએમ ઉદ્ધવ ઠાકરેએ ટીવી પર રાજ્યના લોકોને સંબોધન કરતા કહ્યું કે આ સમયગાળા દરમિયાન રાજકીય વિરોધ પ્રદર્શન અને ધરણાની મંજૂરી આપવામાં આવશે નહીં કારણ કે તે લોકોની ભીડને એકઠા કરે છે.

મુખ્યમંત્રી ઠાકરેએ કહ્યું કે લાગે છે કે રોગચાળો ફરી એકવાર સક્રિય થઈ રહ્યો છે, આ બીજી લહેર છે કે નહીં, તે આગામી આઠથી 15 દિવસમાં જાણી લેવામાં આવશે. લોકડાઉન લાગુ કર્યા વિના રોગચાળાને હલ કરી શકાતો નથી. સંક્રમણ સાંકળ તોડવા માટે લોકડાઉન એકમાત્ર વિકલ્પ છે. મુખ્યમંત્રીએ તમામ લોકોને કોવિડના નિયમોનું પાલન કરવા અને માસ્ક લગાવવા અનુરોધ પણ કર્યો હતો.જણાવી દઈએ કે રવિવારે અમરાવતીમાં 709 નવા કેસની પુષ્ટિ થઈ છે. નિષ્ણાતો અને સરકારી અધિકારીઓ કહે છે કે લોકોની બેદરકારીને કારણે કોરોના ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેથી, માસ્ક પહરવું અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું અનિવાર્ય છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર