Friday, April 26, 2024

કેરળમાં ખેડુતોના સમર્થનમાં રાહુલ ગાંધીએ ટ્રેક્ટર રેલી કાઢી, મોદી સરકારને લીધી આડે હાથ.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને કેરળના વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ આજે ​​કેરળમાં ટ્રેક્ટર રેલી કાઢી હતી. રાહુલ ગાંધી આગામી વિધાનસભાની ચૂંટણી પૂર્વે કેરળ અને તામિલનાડુના ત્રણ દિવસીય પ્રવાસ પર છે. આ પ્રવાસના પહેલા દિવસે રાહુલે ખેડુતોના સમર્થનમાં ટ્રેક્ટર રેલી કાઢી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ જાતે ટ્રેક્ટર ચલાવ્યું હતું. આ સમય દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. આ દરમિયાન તેમણે ખેડૂત આંદોલન વિશે કહ્યું હતું કે, આખું વિશ્વ ભારતીય ખેડૂતોને પડતી મુશ્કેલીઓ જોઈ શકે છે, પરંતુ દિલ્હીમાં બેઠેલી સરકાર ખેડૂતોના દર્દને સમજવામાં અસમર્થ છે. તેમણે કહ્યું કે અમારી પાસે પૉપ સ્ટાર્સ છે જે ખેડૂતોની સ્થિતિ અંગે ટિપ્પણી કરી રહ્યા છે, પરંતુ ભારત સરકાર તેમાં રસ નથી લઇ રહી. રાહુલ ગાંધીએ નિશાન સાધતા તેમણે કહ્યું હતું કે જ્યા સુધી તે મજબુર નહિ બને ત્યાં સુધી તે આ ત્રણ નવા કૃષિ કાયદા પાછા નહિ લે. કારણ એ છે કે આ 3 કાયદા ભારતની કૃષિ પ્રણાલીને નષ્ટ કરવા અને પીએમ નરેન્દ્ર મોદીના 2-3 મિત્રોને સંપૂર્ણ વ્યવસાય આપવા માટે બનાવવામાં આવ્યા છે. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે કૃષિ એકમાત્ર વ્યવસાય છે જે ભારત માતાનો છે. દરેક અન્ય વ્યવસાય કોઈકનો હોય છે. કેટલાક લોકો આ વ્યવસાયનો માલિકી ધરાવવા માંગે છે અને આ ત્રણ કૃષિ કાયદા ભારતીય કૃષિને નિયંત્રણમાં રાખવા અને ખેડૂતોને નિયંત્રણમાં રાખવા માટે 2-3- લોકો માટે બનાવવામાં આવ્યા છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર