Saturday, October 12, 2024

દીપિકા પાદુકોણની જાહેરાત પર લાગ્યો ચોરીનો આરોપ, આ હોલીવુડ ડિરેક્ટરે લીધા બધાને આડેહાથ.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

સામાન્ય રીતે તમે ફિલ્મના ગીતો, સંગીત અથવા વાર્તાઓની નકલ કરવા વિશે સાંભળ્યું હશે, પરંતુ આ વખતે બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણની નવી જાહેરાતમાં ચોરીનો આરોપ લાગ્યો છે. તાજેતરમાં જ દીપિકાની એક જાહેરાત બહાર પાડવામાં આવી છે, જેમાં તે બ્રાન્ડેડ જીન્સનું પ્રમોશન કરતી જોવા મળી રહી છે. અભિનેત્રીની આ જાહેરાત છેલ્લા ઘણા દિવસોથી સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. હવે આ જાહેરાત પર હોલીવુડની ફિલ્મ ‘યે બેલેટ’ ના ડિરેક્ટર સોની તારપોરેવાલા દ્વારા આ જાહેરાત અંગેનો ખ્યાલ ચોરી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સોનીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર જાહેરાત કંપનીને આડેહાથ લેતા એક લાંબી પોસ્ટ લખી છે. જેમાં તેણે નારાજગી વ્યક્ત કરી છે. સોનીએ તેના ઇન્સ્ટાગ્રામ પર તે સેટના ફોટા પણ શેર કર્યા છે, જે દીપિકાની જાહેરાતના સેટ સાથે મેળ ખાય છે. આ ફોટામાં સોનીએ દીપિકાનો ફોટો પણ શેર કર્યો છે. ફોટાઓ શેર કરતી વખતે ડિરેક્ટરે લખ્યું કે, થોડા દિવસો પહેલા મને આ જાહેરાત બતાવવામાં આવી હતી. જાહેરાત જોયા પછી, મને જોઈને આશ્ચર્ય થયું કે યે બેલેટ ડાન્સ સ્ટુડિયોના સેટનો તેમાં ઉપયોગમાં કરવામાં આવ્યો છે. તેનું સર્જન શૈલજા શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું અને શૂટિંગ પૂર્ણ થયા બાદ તેને વિખેરી નાખવામાં આવ્યું હતું. મૂળભૂત રીતે જાહેરાતના નિર્દેશકે યે બેલેટ જોયું અને અમારો સેટ કૉપિ કરવા વિશે વિચાર્યું. શું આ બ્રાન્ડ અને એડના ડિરેક્ટર વિદેશમાં પરવાનગી અને જાણકારી વિના આવું કરવાનું વિચારી શકે છે? જો તેઓમી રચનાત્મક કાર્ય સાથે આમ કરવામાં આવે તો તેઓ શું કરશે? આ ચોરી છે. અમારા શાનદાર ડિઝાઇનર પર અન્યાય છે. ભારતમાં ચાલતી નકલ કરવાની સંસ્કૃતિ હવે બંધ થવી જોઈએ. પછી તમને ખબર પડશે કે વિદેશી નિર્માણ કંપનીઓ અને તેના ડિરેક્ટર તમારા કરતા વધુ સારી રીતે જાણે છે. શું તમે ખૂબ સર્જનાત્મક રીતે નાદાર છો? તમે શું વિચારી રહ્યા છે? ‘. આમ આવી સેટની ચોરીને લીધે ભડકી ઉઠી હોલીવુડ ડિરેક્ટર અને લીધા બધાને આડેહાથ.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર