Thursday, August 21, 2025

મોરબી શહેર વીસીપરા વિસ્તારમાંથી દેશી તમંચા સાથે એક ઈસમ ઝડપાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી શહેર વીસીપરા વિસ્તારમાં આવેલ મફતીયાપરા જુના ગોર-ખીજળીયાના રસ્તે ઓરડીઓ પાસેથી એક ઇસમને ગેર-કાયદેસર દેશી હાથ બનાવટના તમંચા સાથે મોરબી એસ.ઓ.જી.ટીમે ઝડપી પાડયો છે.

મોરબી એસ.ઓ.જી.સ્ટાફ મોરબી શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય એ દરમિયાન પોલીસને બાતમી મળેલ કે, દીનમામદ તાજમામદ મિયાણા રહે મુળ માળીયા (મિં) વાળો જે હાલે મોરબી વીસીપરા મફતીયાપરા જુના ગોરખીજળીયાના રસ્તે આવેલ સિકંદરભાઇ જામની ઓરડીઓ પાસે ઉભેલ છે અને તેની પાસે એક દેશી હાથ બનાવટનો તમંચો હોવાની બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા ઇસમ મુદામાલ સાથે મળી આવતા તેના વિરૂધ્ધ મોરબી સીટી બી ડીવી. પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર