Saturday, April 27, 2024

જિલ્લાકક્ષા સ્પોર્ટ્સ સ્કુલ યોજના અંતર્ગત યુવા પ્રતિભાશાળી ખેલાડીઓની પસંદગી માટે બેટરી ટેસ્ટનું આયોજન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી: સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા જિલ્લાકક્ષા સ્પોર્ટ્સ સ્કુલ યોજના અંતર્ગત આયોજિત ટેલેન્ટ આઈડેન્ટીફીકેશન દ્વારા યુવા પ્રતિભાશાળી ખેલાડીઓની પસંદગી પ્રક્રિયાના ભાગરૂપે મોરબી જિલ્લામાં તા.૩૦/૦૩/૨૦૨૪ થી તા.૦૨/૦૪/૨૦૨૪ સુધી જિલ્લાકક્ષા બેટરી ટેસ્ટનું આયોજન થનાર છે. જેમાં જિલ્લા કક્ષાની બેટરી ટેસ્ટમાં ખેલ મહાકુંભ-૨.૦ અંતર્ગત તાલુકા કક્ષા સ્પર્ધામાં પસંદગી પામેલ ખેલાડીઓ અને ઓનલાઈન રજીસ્ટ્રેશન થયેલ ખેલાડીઓ, તેમજ એસ.એ.જી સ્પોર્ટ્સ સ્ટાફ દ્વારા જે તે શાળાઓની વિઝીટ કરીને પસંદગી પામેલ પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવેલ વિદ્યાર્થીઓ બેટરી ટેસ્ટમાં ભાગ લઈ શકશે. 

મોરબી જિલ્લાના મોરબી અને ટંકારા તાલુકામાં બેટરી ટેસ્ટ તારીખ ૩૦ માર્ચ ૨૦૨૪ ના રોજ ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ, લજાઈ ચોકડી, મોરબી રાજકોટ રોડ ખાતે યોજવામાં આવશે. જેમાં મોરબીના કન્વીનર DLSS કોચ વિજય ચૌધરી (૯૬૩૮૮ ૧૭૭૩૮) તથા ટંકારામાં કોચ હર્ષદ પટેલ (૯૩૨૭૩ ૬૪૩૫૯) છે. મોરબી જિલ્લાના વાકાનેર અને માળીયા મિયાણા તાલુકામાં બેટરી ટેસ્ટ તારીખ ૧ એપ્રિલ ૨૦૨૪ ના રોજ ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ, લજાઈ ચોકડી, મોરબી રાજકોટ રોડ ખાતે યોજવામાં આવશે. જેમાં વાકાનેરના કન્વીનર ઇન.-સ્કૂલ ટ્રેનર વિજય બગડા (૯૧૦૪૫ ૯૭૩૮૭) તથા માળીયા મિયાણામાં DLSS કોચ પંકજ કુમાર (૯૮૭૩૫૭૩૬૭૨) છે.

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં બેટરી ટેસ્ટ તારીખ ૨ એપ્રિલ ૨૦૨૪ ના રોજ ઉમા કન્યા વિદ્યાલય ખાતે યોજવામાં આવશે. જેના કન્વીનર ઇન. સ્કૂલ ટ્રેનર પ્રકાશ જોગરાણા (૬૩૫૧૧૨૩૩૭૩) છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર