Thursday, May 9, 2024

સર્વોપરિતાની લડાઈમા એલ. સી. બી. પી. આઈ ઢોલ આઉટ.. જિલ્લા પોલીસ વડાનો હાથ ઉપર

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

ગઈ કાલ સાંજથી મોરબી પોલીસના બે અધિકારીઓના સસ્પેન્સને લઇને સમાચારો સોશ્યિલ મીડિયામા હાઈ લાઈટ થઈ રહ્યા છે અને એક ચર્ચા ચાલુ થઈ છે કે શું.. એલ. સી. બી. પી. આઈ દિપક ઢોલ સામે લેવાયેલ પગલાં યોગ્ય છે…? 

મોરબીની સામાન્ય જનતાને આ ઘટના સાથે આમ તૉ કઈ લેવા દેવા નથી અને આ કોઈ મહત્વનો વિષય પણ નથી જે આ મુદ્દે કોઈ ઊંડાણ પૂર્વક ચર્ચા થાય કેમ કે આ સામાન્ય નાગરિકને સ્પર્શ કરતો વિષય છે જ નહી અને આપણે અહીં કોઈ પણ રીતે સામાન્ય નાગરિકને સ્પર્શ કરતા વિષય બાબતે જ ચર્ચા કરી છી પરંતુ હાલ જે પોલીસ બેડામાં ઘટના ઘટી છે તે મોરબીના આવનારા દિવસો માટે મહત્વની છે માટે આજે તેની વિગતે ચર્ચા કરીશું.

લાલપર પાસે દારૂની મોટી રેડ થઈ અને આ રેડમાં કરોડોનો મુદ્દામાલ પકડાયો તે વિગત બધા જાણે જ છે અને એલ. સી. બી. ના ચાર્જ સાથે હળવદનો વધારાનો ચાર્જ દિપક ઢોલને આપવામાં આવ્યો હતો અને કઈ શરતો હતી બધા જાણે છે માટે તે ચર્ચા પણ નથી કરવી.

પણ હાલ ઢોલના સસ્પેન્સન સાથે એવી ચર્ચા ચાલુ થઈ છે કે જિલ્લા પોલીસ વડા સાથેના અણબનાવના કારણે આ ઘટના ઘટી છે. હવે આ માત્ર ચર્ચા જ છે અને ચર્ચાના કોઈ પુરાવાનો હોઈ માટે કોણ સાચું કોણ ખોટું તે કહી ના શકાય પરંતુ જિલ્લા પોલીસ વડા અને એલ. સી. બી પી. આઈ વચ્ચે સુસંગતા ન હતી તે વાત ઘણી વાર જોવા મળી છે અને તે વાત દિપક ઢોલનો હળવદ ઓર્ડર કર્યો ત્યારે જ જોવા મળી.

જિલ્લામા કાબેલ અધિકારી હોવા છતાં તેમને નવરા બેસાડી એલ. સી. બી. ના ચાર્જ સાથે વધારાનો ચાર્જ આપ્યો અને હળવદ શહેરના રાજકારણથી કોણ પરિચિત નથી ગમે તેવો કુશળ અધિકારી હોઈ સ્થાનિક આગેવાનો શાંતીથી નોકરી નો જ કરવા દે જિલ્લા થયાં બાદની વાત કરી તૉ મનીષ વાળા, પી. એસ. આઈ પટેલ, પી. આઈ દેકેવડિયા પી. આઈ છાસિયા આ બધા બહુ ખરાબ રીતે હળવદથી બદલાય હતું અને આ જ દિપક ઢોલ સાથે થયું હશે.

ખેર આ વાતથી જિલ્લા પોલીસ વડા અને પી. આઈ વચ્ચે અણબનાવ હતો તે સાબિત કરવો મુશ્કેલ છે પણ હા એસ. પી અને પી. આઈ વચ્ચે વર્ચસ્વની લડાઈ સાચી ચાલુ થઇ પી. આઈ ઢોલની એલ. સી. બી થી થયેલ બદલી બાદ જે તે વખતના ટ્રાફિકના પી.આઈ લગારીયાનો ઓર્ડર એલ. સી. બી. મા પીઆઈ ઢોલને બદલાવી જિલ્લા પોલીસ વડાએ કર્યો હતો પરંતુ તેમને પોતાના આ નિર્ણયને 24 કલાકમા જ બદલાવવો પડ્યો હતો અને બદલીનો ઓર્ડર પાછો લેવો પડ્યો હતો એક આઈ. પી. એસ. ના સ્વામાન ઉપર આ ઘા હતો અને કદાચ અહીંથી સરૂ થયું હશે દિપક ઢોલના સસ્પેન્સનું કાઉન્ટ ડાઉન કેમ કે એસપીની ઉપર વાત જય ઓર્ડર કેન્સલ કરવામાં પી. આઈ સફળ રહ્યા હતા.

જે પી. આઈ સામે દારૂના અવડા મોટા નેટવર્ક ચાલવા દેવાનો કે કામગીરીમા બેદરકારીના કારણે ચાલતું હતું તેવો આક્ષેપ છે તે જ અધિકારીએ દારૂનું કારખાનું પણ જે તે વખતે ઝડપયય હતું ખેર આ મુદે આપણે આગળ નથી વધવું લાઈન ઉપર જ રહી. એલ. સી. બી. મતલબ લોકલ ક્રાઇમ બ્રાંચએ જિલ્લા પોલીસ વડાની આંખ હાથ અને કાન નાક કહી શકાય કોઈ પણ જિલ્લાના પોલીસ વડા તેની પાસેથી જ જિલ્લાની બ્રિફિંગ લેતા હોઈ છે પણ મોરબીમા કદાચ આવો તાલમેળ ન હતો અને ચર્ચાની માની તૉ બીજા જિલ્લામાં બેસેલ વ્યક્તિ હજુ બ્રિફીગ કરે છે અને તે પ્રમાણે જિલ્લો ચાલે છે જેનું આ પરિણામ છે. જિલ્લા પોલીસ વડા ઈમાનદાર હોઈ તૉ એલ. સી. બી. પણ નિષ્ટથી કામગીરી કરે અને જિલ્લાના વડા પૈસા કમાવા જ આવ્યા હોઈ તૉ ક્રાઇમ બ્રાંચ ક્રીમ બ્રાંચ બની રહે અને મોરબી જિલ્લા પોલીસ વડા પણ ઈમાનદાર અધિકારીની શ્રેણીમા આવતા હતા અને જ્યાં સુધી એલ. સી. બી. પી. આઈની વાત છે તેને પણ કોઈ બે નંબરના ધંધાને લીલી જંડી આપી નો હતી મતલબ બે નંબરના ધંધા વારાને દૂર રાખવા આ મુદે બને અધિકારી કદાચ એક મત હતા અને બનેના આ એક મત જ તેમની વચ્ચે ચાલતી આંતરિક લડાયનું કારણ હતું કેમ કે અન્ય મલાઈ ખાવાની ટેવ વારા અધિકારીને તૉ આ ક્યારે મગજમા ઉતરે જ નહી અને આ જ કારણે જિલ્લા પોલીસ વડા અને એલ. સી. બી.ને સુસંગતા થઈ નહી જેના પરિણામ રૂપે ઢોલને ઘરે બેસવાનો વારો આવ્યો.

અને હા એક બીજી મહત્વની વાત હવે એલ. સી. બી.મા કોણ..? જિલ્લામા કોણ લાયક અધિકારી છે જે એલ. સી. બી. મા આવશે જિલ્લાના અન્ય અધિકારીની વાત કરી તૉ એક પણ એવો અધિકારી નથી જેની સામે પ્રજા કે રાજકીય ફરિયાદ ના થઈ હોઈ અને જિલ્લા પોલીસ વડાએ તેને બાલાવ્યા ના હોઈ એક માત્ર એ ડીવીજનના પી. આઈ જાડેજાને બાદ કરતા બધા જ આખા જિલ્લાનો આટો મારી આવ્યા છે. છાસિયા હોઈ માથુંકીયા હોઈ ગોલ હોઈ કે અન્ય કોઈ બધા સામે કોઈ ને કોઈ સમયે પ્રજાએ નારાજગી બતાવી જ છે મતલબ મહત્વના હોદા ઉપર બેસી શકે તેવા અધિકારીની હાલ મોરબી જિલ્લામા હાલ અછત છે જે એક રીતે કહીયે તો સ્વતંત્ર પોતના ડેરિંગથી નિર્ણય લઇ કામગીરી કરી શકે અને પ્રજા હિત માટે કામગીરી કરે તેવા કોઈ અધિકારી હલ મોરબીમા નથી અને જે મક્કા થઈ નિર્ણય લઇ શકે છે તેવાને બહુ ટાઈમે થી ખુદ જિલ્લા પોલિસ વડાએ જ સાઇડ લાઈન કર્યા છે એક અધિકારી છે જેને ખાસ હળવદ માટે જિલ્લામા બીજી વાર પાછા લાવવામાં આવ્યા છે જેને એલ. સી. બીનો બોહડો અનુભવ છે પણ તેને મૂકે તેવા સંજોગો હાલ દેખાતા નથી.

આપણે અહેવાલની શરૂઆતમા જ કહ્યું તું મોરબીના ભવિષ્યના કારણે જ આ અહેવાલ લખવાનું કારણ છે અધિકારી આવેને જાય પણ કાચા કાનના અને ખોટા નિર્ણય કરતા અધિકારી ક્યારે કોઈ પ્રજાનું હિત કરી શકતા નથી અને આ વાત મોરબીના રાજકીય આગેવાનોએ સમજી આ મુદ્દા વિચારી ઉપર રજુઆત કરવાની જરૂર છે ( વર્ચસ્વની લડાઈમા એલ.સી.બી પી.આઈ. ઢોલ આઉટ..)

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર