શું તમે જાણો છો રણવીર સિંહના ટી-શર્ટ પર લખાયેલા આ શબ્દનો અર્થ ? તેનો ભાવ સાંભળીને તમને આશ્ચર્ય થશે.

બોલિવૂડ એક્ટર રણવીર સિંહ હંમેશા તેની ફેશન સેન્સને કારણે ચર્ચામાં રહે છે. જ્યારે ફિલ્મોમાં કે સામાન્ય દિવસોમાં કપડાંની વાત કરવામાં આવે છે ત્યારે રણવીર સિંહના અવનવા કપડાને લીધે બધાની નજર તેના પર અટકી જાય છે. તાજેતરમાં રણવીર સિંહ તેની પત્ની બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ સાથે ડિનર પર ગયો હતો. જ્યાંથી તેના કેટલાક ફોટા અને વીડિયો પણ સામે આવ્યા છે. જે ખૂબ જ વાયરલ થઈ રહી છે. પરંતુ આ વીડિયો અને ફોટોઝમાં સૌથી વધુ ચર્ચા રણવીરે પેહેરેલી સ્વેટશર્ટની થઈ રહી છે. ખરેખર, રણવીરે પીળા રંગની હૂડી પહેરી છે જેમાં તે એકદમ શાનદાર લાગી રહયો છે. તેની હૂડી પર આગળ ‘‘DREW’ લખેલું છે. જેના કારણે આ હૂડી વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. શું તમે જાણો છો DREW નો અર્થ શું છે ?ચાલો આપણે આ ‘DREW’ શબ્દનું રહસ્ય જાણીએ. DREW એ પ્રખ્યાત હોલીવુડ સિંગર જસ્ટિન બીબરના કપડાની બ્રાન્ડ છે. તેનો અર્થ ‘મજબૂત અને મેનલી’ છે. કારણ કે આ એક જસ્ટિન બીબર બ્રાન્ડ છે, તેથી જ તમે આ નામની ટી-શર્ટમાં ઘણા સ્ટાર્સને જોયા હશે. તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે સેલેબ્સ ખૂબ જ મોંઘા કપડા પહરે છે જેને સામાન્ય લોકો ખરીદી શકતા નથી. પરંતુ તમને સાંભળીને આશ્ચર્ય થશે કે રણવીર સિંહની આ હુડી ખૂબ જ સસ્તી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ટી-શર્ટની કિંમત ભારતીય ચલણ અનુસાર 3025 રૂપિયા છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img