Monday, September 9, 2024

કોરોના રસી ‘કોવિશિલ્ડ’ની પ્રથમ બેચ દિલ્હી પહોંચી, 9 ફ્લાઇટ્સમાંથી રસીના 56.5 લાખ ડોઝ પહોચડવામાં આવી રહ્યા છે.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

કોરોના રસીની પ્રથમ બેચ દેશની રાજધાની દિલ્હી પહોંચી છે. આ સાથે રસીકરણ અભિયાન શનિવાર 16 જાન્યુઆરીથી દેશભરમાં શરૂ થશે. પૂણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ મંગળવારે જ દેશના વિવિધ ભાગોમાં રસી પુરવઠો શરૂ કર્યો છે. મંગળવારે વહેલી સવારથી વિશિષ્ટ વિમાન દ્વારા રસી સપ્લાય શરૂ થઈ હતી જે સવારે દસ વાગ્યે દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પહોંચી હતી. તેમને હવે કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવશે અને રસીકરણ શરૂ થાય ત્યારે રસીકરણ કેન્દ્રમાં પહોંચાડવામાં આવશે. પૂરતી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રસીની પહેલી બેચને રવાના કરવામાં આવી છે. દેશના વિવિધ સ્થળોએ કોરોના રસી પહોંચાડવામાં આવશે કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે ‘આજે એર ઇન્ડિયા, સ્પાઇસ જેટ અને ઈન્ડિગો એરલાઇન્સ પુણેથી દિલ્હી, ચેન્નાઈ, કોલકાતા, ગુવાહાટી, શિલોંગ, અમદાવાદ, હૈદરાબાદ, વિજયવાડા, ભુવનેશ્વર, પટના, બેંગલોર, લખનઉ અને ચંદીગઢ સુધી 9 ફ્લાઇટ્સમાંથી રસીના 56.5 લાખ ડોઝ પહોચડવામાં આવી રહ્યા છે. સ્પાઇસ જેટ વિમાન રસીની પ્રથમ બેચ લઈને દિલ્હી પહોંચી હતી
કોવિશિલ્ડની પહેલી બેચમાં 1088 કિલો વજનવાળા 34 બૉક્સ હતા જે પુણેથી દિલ્હી લાવવામાં આવ્યા હતા. પ્રથમ બેચને ચુસ્ત સુરક્ષા હેઠળ રવાના કરવામાં આવી હતી. ત્રણ ટ્રકમાં કોવિશિલ્ડ રસીનો માલ પૂણે આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર લઈ જવામાં આવ્યો હતો. તેમને એરપોર્ટથી દેશના વિવિધ ભાગોમાં પહોંચાડવામાં આવશે. દેશમાં રસીકરણનું કામ શનિવારથી 16 જાન્યુઆરીથી શરૂ થશે. આજે આઠ વિમાન દ્વારા કોરોના રસી દેશના 13 સ્થળોએ પૂના એરપોર્ટથી મોકલવામાં આવશે. પહેલું વિમાન પુણે એરપોર્ટથી દિલ્હી પહોંચ્યું છે. કોવિશિલ્ડના પ્રથમ 10 કરોડ ડોઝ સરકારને ડોઝ માટે આશરે 200 રૂપિયાના દરે આપવામાં આવશે. તે માર્કેટમાં ડોઝ દીઠ 1000 રૂપિયાના દરે મળશે. કંપની દર મહિને પાંચથી છ કરોડ રસી ડોઝ તૈયાર કરી રહી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર